Dakshin Gujarat Main

અંકલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા મીની લોકડાઉનનો કડક અમલ શરૂ

ભરૂચ: (Bharuch) કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અને મીની લોકડાઉનની (Lock Down) સમય અવધિ વધારવામાં આવી છે આ વખતે અંકલેશ્વરનો પણ સમાવેશ કરાયો છે ત્યારે આજથી લોકડાઉનની અમલવારી શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી ડામવા માટે રાજ્યના અનેક શહેરોમાં રાત્રી કર્ફ્યુમાં (Night Curfew) મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં નિયંત્રણો પણ મુકવામાં આવ્યા છે. અગાઉ ભરૂચ શહેરમાં મીની લોકડાઉન હતું જ અને તારીખ 12 મે સુધી લંબાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવા જાહેર કરાયેલા જાહેરનામામાં અંકલેશ્વરનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર ખાતે પણ તારીખ 12 મે સુધી મિનિ લોકડાઉન તેમજ રાત્રી કર્ફ્યુ લાગુ પડશે અંકલેશ્વર શહેર તેમજ નોટિફાઇડ એરોયાની દુકાનો બંધ રાખવાની રહેશે. જેને કારણે લોકોએ દુકાનો બંધ રાખી હતી. ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ ચાલુ રહ્યું હતું.

અંકલેશ્વરમાં માત્ર ગુરુવારથી મીની લોકડાઉનનો અમલ શરૂ થયો હતો. જોકે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહી શકશે. લોકડાઉનનો શહરવાસીઓ અને દુકાનદારોએ કડક અમલ કર્યો હતો. અંકલેશ્વરની સાથે સાથે અડીને આવેલ ગામડાઓ ભડકોદરા, કાપોદ્રા, કોસમડી. ગડખોલ તથા અંદાડા ને પણ સમાવી લેવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની રહેશે અને આજથી તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.

આગકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા ભરૂચની વિવિધ કોવિડ સેન્ટર અને હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ

ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં લાગેલ ભીષણ આગમાં 16 દર્દી સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યા હતા ત્યારે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારની સૂચનાથી ફાયર વિભાગ દ્વારા આજરોજ વિવિધ કોવિડ સેન્ટર અને હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ, સરકારી ઇજનેરી કોલેજ અને કૃષિ કોલેજ ખાતે બનાવવામાં આવેલ કોવિડ સેન્ટર ખાતે મોકડ્રિલ યોજાય હતી જેમાં હોસ્પિટલ કે કોવિડ સેન્ટરમાં આગનો બનાવ બને ત્યારે કરનાર કામગીરી અંગે રિહર્સલ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં ભરૂચ સહિત ગુજરાતની અનેક હોસ્પિટલમાં આગ લાગી ચુકી છે ત્યારે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top