National

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં પ્રોફેસરે હિંદુ દેવી-દેવતાઓ પર આપત્તિજનક ટીપ્પણી કરતા વિવાદ

અલીગઢ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU)નાં આસિસ્ટન્ટ પ્રોફેસરે(Professor) જાતીય અપરાધથી જોડાયેલા વર્ગમાં હિંદુ દેવી-દેવતાઓ(Hindu gods and goddesses) પર આપત્તિજનક ટીપ્પણી(Catastrophic comment) કરવા મામલે વિવાદ ઉભો થયો હતો.જો કે આ મામલે પ્રોફેસરે માફી તો માંગી લીધી પરંતુ તે કામ ન આવી. યુનીવર્સીટીએ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર કુમારે જાતીય અપરાધો સાથે સંબંધિત વર્ગમાં હિન્દુ દેવી-દેવતાઓનો ઉલ્લેખ કરવાના મામલે કાર્યવાહી કરી છે. AMUએ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, પ્રોફેસરે લેખિતમાં માફી માંગી હતી. ડૉ. જિતેન્દ્ર સંબંધિત વિવાદિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જિતેન્દ્રએ પોતાની માફી પત્રમાં લખ્યું છે કે તેમના ભણાવવાનો હેતુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો પરંતુ બળાત્કાર સમાજનો એક ભાગ છે તે સમજાવવાનો હતો. આ મામલામાં વિવાદ વધ્યા બાદ AMUએ બુધવારે આસિસ્ટન્ટ પ્રોફેસરને કારણ બતાવો નોટિસ ફટકારી હતી.

AMU વહીવટીતંત્રે 24 કલાકમાં જવાબ માંગ્યો
ઘટના એમ બની હતી કે, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર કુમારે લેક્ચર દરમિયાન પ્રોજેક્ટર પર દેખાડવામાં આવેલા પૉઇન્ટ્સમાં વાંધાજનક વાતો લખી હતી, જેમાં એક ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચી હતી, જે પછી તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. AMU વહીવટીતંત્રે સહાયક પ્રોફેસર ડૉ. જીતેન્દ્ર કુમારને કારણ બતાવો નોટિસ જારી કરી હતી અને 24 કલાકમાં જવાબ માંગ્યો હતો.

વિવાદ પર AMUના પ્રોક્ટરે આ વાત કહી
AMUના પ્રોક્ટર ડૉ. વસીમ અલીએ જણાવ્યું કે ફોરેન્સિક મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જીતેન્દ્ર દ્વારા ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓની કેટલીક વાંધાજનક-ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવી બાબતો લેક્ચર દરમિયાન નોટિસમાં લાવવામાં આવી હતી. કરવામાં આવી હતી.જેનો ફોટો વાયરલ થયા બાદ મામલાની જાણ થઇ હતી.AMUના વાઈસ ચાન્સેલર તારિક મંસૂરે પોતે આ મામલે ગંભીરતા દાખવી છે, ટૂંક સમયમાં જ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

BJP નેતાએ પ્રોફેસર સામે નોંધાવી ફરિયાદ
એએમયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બીજેપી નેતા ડૉ. નિશાંત શર્માએ કહ્યું કે મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જિતેન્દ્રએ ક્લાસમાં હિંદુ દેવી-દેવતાઓ પ્રત્યે વાંધાજનક રીતે વિદ્યાર્થિનીઓને બળાત્કાર જેવી ઘટના મામલે શિક્ષા આપી હતી આ મામલે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયા બાદ ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત આસિસ્ટન્ટ પ્રોફેસર સામે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડૉક્ટર નિશાંત શર્માના કહેવા પ્રમાણે, ‘ચેરમેનની જાણકારી વગર આસિસ્ટન્ટ પ્રોફેસરે આ બધું શીખવ્યું ન હોત. ચેરમેનને પણ આ વાતની જાણ હશે. ચેરમેન અને આસિસ્ટન્ટ પ્રોફેસર સામે આકરી કાર્યવાહી થાય તે જરૂરી છે. આ લોકો હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છે.

પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દરમિયાન કેટલીક વાંધાજનક ભાષાનો ઉપયોગ
ડેપ્યુટી એસપી શ્વેતાભ પાંડેએ જણાવ્યું હતું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જિતેન્દ્ર કુમાર વતી ફોરેન્સિક સાયન્સનો ક્લાસ લેતી વખતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દરમિયાન કેટલીક વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. એએમયુએ તેને આ સંબંધમાં કારણ બતાવો નોટિસ ફટકારી છે. તેઓએ 24 કલાકની અંદર પોતાનો જવાબ ફાઇલ કરવાનો રહેશે. તેમજ AMUને આગળની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Most Popular

To Top