Charchapatra

આચરણ

પૃથ્વી પરનાં તમામ પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી માનવી છે. અહીં પ્રશ્ન એ છે કે માનવીની સરખામણી પશુઓની સાથે કરી શકાય? વિદ્યધામમાં કોઈ  શિક્ષક વિદ્યાર્થીને “ઓ…ગધેડા, ઊભો થા.” એવું સંબોધન કરે ત્યારે દુઃખ થયા વિના રહેતું નથી. બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ  વિનોદમાં  શિક્ષકો માટે પશુઓનાં નામ રાખે તે પણ અયોગ્ય જ છે. સંસ્કારધામમાં આમ બને તો બીજાને શું કહીએ? બાળકોની વાર્તાઓમાં સિંહભાઈ, વાઘભાઈ, શિયાળભાઈ આવે તો ચાલેન. પણ “તું તો સાવ બિલાડી જેવી છે.” આ તો ખોટું જ કહેવાય.

ક્યારેક માનવીમાં પણ પશુતાના દર્શન થાય છે. કેટલાક તો જંગલી પશુ જેવા બની ખૂન, બળાત્કાર જેવા અપકૃત્યો, અપરાધ  કરે છે. વાર્તાના શિયાળ જેવા લુચ્ચા, વરુ જેવા રાક્ષસી, ચિત્તા જેવા ક્રૂર  બનીને ફરે છે, જે સમાજ માટે જોખમરૂપ સાબિત થાય છે. આ પ્રકારના પ્રાણીઓથી બચવાની, સાવચેત રહેવાની જરૂર છે. આમ તો પશુઓની વફાદારીથી સૌ પરિચિત છીએ. પશુ-પ્રાણીઓને તકલીફ આપવામાં આવે તો જ સ્વબચાવમાં હુમલો કઈ એમ બને. પશુ બનીને ફરતાં માનવરાક્ષસો પોતાના સ્વાર્થ માટે નિર્દોષના ભોગ લેવામાં ખચકાતા અનુભવતા નથી. આ પ્રકારના નરભક્ષીઓને પશુઓ સાથે સરખાવી શકાય. આચરણમાં સુધારો આવવો જોઈએ. માણસ સારો માનવી બને તો ઘણું!
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top