Charchapatra

યે અંધા કાનૂન હૈ?!

કહેવત છે કે ‘સત્યમેવ જયતે’, જેના કારણે લોકોને કોર્ટ-કાનૂન પર વિશ્વાસ હતો, ખૂંખાર-રીઢા-આરોપીઓને અદાલત સજ્જડ પૂરાવાના આધારે કડક સજા કરતી હતી અને મોટા કેસમાં તકસીરવાર ઠરેલાને દેહાંત દંડની પણ સજા થઇ હોવાના પુરાવા છે. પરંતુ આજના ઘોર કળીયુગમાં જેટલા કાયદા છે તેટલા ફાયદા પણ છે. પોલીસ રીઢા આરોપીને પકડી લાવે અને કોર્ટમાં રજુ કરવા પહેલા જ નેતાઓના ફોન રણકવા માંડે. આથી ફરજ પરના અધિકારીએ આરોપીને છોડી મુકવો પડે છે. અદાલતમાં વકીલો વચ્ચે દલીલબાજી ચાલે આરોપીની ઉલટ તપાસ લેવામાં આવે. છેવટે સબળ પૂરાવાના અભાવે રીઢા ગુનેગારને નિર્દોષ છોડી મુકવામાં આવે. આમ રીઢા થયેલા ગુનેગારને વધુ નવા ગુના કરવાની પ્રેરણા મળે છે. કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે સાહેદોને ફોડવામાં આવે, આઇ વીટનેશને તોડવામાં આવે, આવી બધી તરકીબો ચાલે છે. કાનૂન ઘણીવાર સાચા આરોપીને છોડી દે છે અને નિર્દોષને સજા ફટકારે છે. એટલે જ કહેવાય છે યે અંધા કાનૂન હૈ…
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top