Vadodara

અધૂરા પ્રોજેક્ટની સમીક્ષા માટે કેન્દ્રની ટીમ વડોદરામાં

વડોદરા : મહાનગરોની સ્માર્ટ બનાવવાના મિશન સાથે શરૂ થયેલ આ અભિયાનને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર ની સ્માર્ટ સિટીના ડાયરેક્ટર વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ચાર મહાનગરોના સીઈઓ પણ આવ્યા હતા. સીટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્માર્ટ સિટીના ડાયરેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફાયર એન્ડ ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી, સુરસાગર તળાવની મુલાકાત લીધી ત્યાંથી અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલાર પેનલ ખાતે ગયા અને ત્યારબાદ જન્મ મહેલની મુલાકાત લીધી હતી અને મહાનગરપાલિકા ની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલ ખાતે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. મહત્વનું છે કે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડના મ્યુનિસિપાલટી બોન્ડ બહાર પાડવાની તૈયારી ચાલી રહી છે તેનું પણ રિવ્યુ કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે કેન્દ્ર સરકારમાંથી સ્માર્ટ સિટી મિશન ડે, ડાયરેક્ટર રાહુલ કપૂર, કેન્દ્ર સરકારના ફાઇનાન્સ એડવાઇઝર વિકાસ ચંદ્ર, અને સ્માર્ટ સિટીના સ્ટેટ રાજકુમાર બેનીવાલ ટીમ વડોદરા આવી હતી અને તેમની સાથે 4 સ્માર્ટ સિટી રાજકોટ, ગાંધીનગર, દાહોદ અને અમદાવાદઃ ના સ્માર્ટ સિટીના સીઈઓ પણ આવ્યા હતા. વિકાસ માટે સમાંતર સંસ્થા સ્માર્ટ સિટીમાં મેયર કેયુર રોકડીયાનું સ્થાન નહીં પરંતુ તરીકે ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ સ્માર્ટ સિટીના સીઈઓ તરીકે છે. તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ સીટી કમાન્ડ સેન્ટર ખાતે વિડીયો વોલ ની માહિતી અને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ચાર મહાનગરોના સીઈઓ સાથે મહત્વની બેઠક પણ કરવામાં આવી હતી.

ફાયર એન્ડ ઈમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી. ફ્લડ કંટ્રોલ થી લઇ હાઇટેક કંટ્રોલ સેન્ટરને કામગીરીથી મહેમાનોને અવગત કરાયા હતા.સીસીટીવી અને એન્ટેનાથી સજ્જ હાઈટેક ફાયર ફાઈટરની કામગીરી ડાયરેક્ટર્સ અને અભિભૂત થઈ ગયા હતા. વડોદરા શહેરનું શહેરનો સ્માર્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આખો કાફલો સુરસાગર ખાતે પહોંચ્યો હતો ત્યાં જે સ્માર્ટ સીટી અંતર્ગત જે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે તેનો નજારો જોઇને તેઓ અભિભૂત થઇ ગયા હતા. જોકે સુરસાગર તો ગાયકવાડી શાસનથી છે. ત્યારબાદ આખો કાફલો પહોંચ્યો સોલાર ટનલ ખાતે પહોચ્યો હતું ત્યાં તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.પરંતુ ખર્ચ સામેં તેની આવક શું એની માહિતી બખૂબી છુપાવી હતી. ત્યારબાદ તેઓ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર રાવ ના સપના જય મહેલ ખાતે જ્યાં તેઓ તેની ડિઝાઇન જોઈને ખૂબ આકર્ષાયા હતા.

વડોદરાની જનતા નક્કી કરે આ પ્રોજેક્ટ પૂરા થયા છે? આવા કોઈ પ્રોજેક્ટ પર તમે જાતે ગયા છો? કોઈ લાભ લીધો? કોઈ ઉદઘાટન થયું

સ્માર્ટ મિશનને ૨૦૨૩ સુધીમાં અધુરા પ્રોજેક્ટ પુરા કરાવવામાં રસ છે.સરકારની લાજ રાખવા, જે શહેરોમાં અધુરા પ્રોજેક્ટ છે,તે શહેરોમાં ટીમ રુબરુ મુલાકાત કરી રહી છે.વડોદરામાં ૨૦૨૩ સુધીમાં,અગાઉ  શરુ થઈ ચુક્યા છે તે પ્રોજેક્ટ પુરા થાય તેવી શક્યતા નથી.હાલમાં ફક્ત કાગળનાં ઘોડા દોડી રહ્યા છે.૨૫ માંથી ૨૦ પ્રોજેક્ટ અ??ધુરા છે છતા કાગળ ઉપર ખોટા રીપોર્ટ આપી ,૧૦૦ ટકા પુરા થઈ ગયેલા બતાવાયા છે.પાલિકા,વડોદરાની જનતાને તો બેવકૂફ બનાવે છે,પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને પણ ખોટા રીપોર્ટ આપી રહી છે.વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ,સામાન્ય જનતાને કામ લાગે તેવા કયા પ્રોજેક્ટ પુરા કર્યા? જો પુરા કર્યા હોય તો ઉદ્ઘાટન કેમ નહી કર્યા. બધા પેપર પ્રોજેક્ટ છે.સહિયારો ભ્રષ્ટાચાર થયો છે તે હકિકત છે.

બે વર્ષની અંદર જે અધૂરા પ્રોજેક્ટ છે જલ્દી પૂરા કરો : રાહુલ કપૂર

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટીના ડેપ્યુટી ડાયરેકટર રાહુલ કપૂરે જણાવ્યું હતું કે ઘણા બધા પ્રોજેક્ટ જોવામાં આવ્યા છે જેમાં  કમાન્ડ કંટ્રોલ સેન્ટર , સુરસાગર તળાવ, સોલાર પેનલ અને જન મહેલની મુલાકાત લીધી હતી. 23 જૂન 2023 એટલે બે વર્ષની અંદર જે અધૂરા પ્રોજેક્ટ છે જલ્દી પૂરા કરી દેવામાં આવે. સ્માર્ટ સિટીમાં કમાન્ડો કંટ્રોલ સેન્ટર ખાતે GIS એક સ્માર્ટ સિટી માટે એક પ્રેરણાદાયક પ્રોજેક્ટ છે અને બીજા સીટી ને પણ મોડલ ની જેમ છે તેને એવોર્ડ પણ વડોદરા શહેરને મળ્યો છે. હાલમાં જે સ્માર્ટ સીટી અંતર્ગત જે પ્રોજેક્ટ લેવામાં આવ્યા છે તે જલ્દી માં જલ્દી પૂરા કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top