Sports

Video: પાકિસ્તાનની હાર પર અફઘાનિસ્તાનમાં ઉજવણી, લોકોએ રસ્તા પર ઉતરી…

અફઘાનિસ્તાન: શ્રીલંકા(Sri Lanka)એ પાકિસ્તાન(Pakistan)ને હરાવીને એશિયા કપ 2022(Asia Cup 2022 )નો ખિતાબ જીતી લીધો છે. દુબઈ(Dubai)માં રવિવારે રમાયેલી ટાઈટલ મેચમાં દાસુન શનાકાની આગેવાની હેઠળની ટીમે પોતાની જબરદસ્ત રમતના આધારે મજબૂત માનવામાં આવતી પાકિસ્તાની ટીમને પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆતમાં નબળા ગણાતા મેજબાન ટીમે બધાને ખોટા સાબિત કર્યા અને ટ્રોફી જીતવા આગળ વધી હતી.

  • શ્રીલંકાએ ટૂર્નામેન્ટમાં સતત બીજી વખત પાકિસ્તાનને હરાવ્યું
  • સુપર 4 રાઉન્ડમાં પણ જીત નોંધાઈ હતી
  • શ્રીલંકા આખી ટુર્નામેન્ટ માત્ર અફઘાનિસ્તાન સામે હારી ગયું હતું

મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાના લોકો માટે આ જીત ખૂબ જ ખાસ છે. શ્રીલંકાના પ્રદર્શનથી દરેક લોકો ખુશ છે અને લોકો આ યુવા ટીમને અભિનંદન આપી રહ્યા છે. તે જ સમયે, અફઘાનિસ્તાન(Afghanistan)ના કાબુલ(Kabul) શહેરમાં લોકોએ પાકિસ્તાનની હાર અને અફઘાનિસ્તાનની જીતની ઉજવણી(Celebration) કરી હતી. જેમાં લોકોએ રસ્તાઓ પર ઉતરી ડાન્સ કર્યો અને ફટાકડા પણ ફોડ્યા હતા.

આખી ટુર્નામેન્ટમાં શ્રીલંકા માત્ર અફઘાનિસ્તાન સામે હારી ગયું હતું
અફઘાનિસ્તાન ટીમ માટે પણ એશિયા કપ શાનદાર રહ્યો હતો. ટીમે ગ્રુપ મેચમાં શ્રીલંકાને હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી અને પછી બાંગ્લાદેશને હરાવીને સુપર 4માં પહોંચી હતી. જો કે તેણીને અહીં તેની ત્રણેય મેચ ગુમાવવી પડી હતી, પરંતુ તે પાકિસ્તાન સામેની અત્યંત રોમાંચક મેચમાં ઇતિહાસ રચવામાં ચૂકી ગઈ હતી. પાકિસ્તાન સામેની મેચ બાદ બંને ટીમના પ્રશંસકો વચ્ચેની લડાઈ થઇ હતી. બંને બાજુએથી લોકો એકબીજાને ખુરશી મારી રહ્યા હોવાનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર બંને દેશોના ક્રિકેટરો આને લઈને એકબીજા સાથે ટકરાયા હતા.

પાકિસ્તાનને હરાવીને શ્રીલંકા ચેમ્પિયન બન્યું
શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મેચની વાત કરીએ તો, એશિયા કપ (Asia Cup) ક્રિકેટ ટૂર્નમેન્ટની રવિવારે રમાયેલી ફાઇનલમાં (Final) ટોપ ઓર્ડરની નિષ્ફળતા છતાં ભનુકા રાજપક્ષેની નોટઆઉટ (Not Out) અર્ધસદી અને વનિન્દુ હસરંગા અને ચમિકા કરૂણારત્ને સાથેની બે અર્ધશતકીય ભાગીદારીઓને પ્રતાપે શ્રીલંકાએ 20 ઓવરમાં છ વિકેટે 170 રન બનાવીને મૂકેલા 171 રનના વિજય લક્ષ્યાંક સામે પાકિસ્તાન અંતિમ ઓવરના છેલ્લા બોલે 147 રને ઓલઆઉટ થયું હતું અને શ્રીલંકાએ મેચ 24 રને જીતવા સાથે છઠ્ઠીવાર એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું. અને પાકિસ્તાન હારી ગયું હતું.

Most Popular

To Top