Dakshin Gujarat

બીલીમોરાની 7 સો મિલની ઓફિસના તાળા તૂટ્યા

બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીકના આતલિયા જીઆઇડીસીમાં (GIDC)આવેલી લાકડાની(wood) સો મિલમાં (Sho Mill) શનિવારની રાત્રે તસ્કરોએ (Traffickers) તાળા તોડી પોલીસને (Police) સીધો પડકાર ફેંક્યો છે. જોકે આટલી મહેનત કરવા છતાં તસ્કરોના હાથે કશું આવ્યું ન હતું, પણ જીઆઇડી વિસ્તારમાં એક સામટા આટલા બધા ચોરીના બનેલા બનાવને કારણે લોકોમાં દહેશત વ્યાપી જવા પામી છે. શનિવારની રાત્રે 12થી 3 ની વચ્ચે આતલિયા જીઆઇડીસીમાં એક પછી એક સાત લાકડાની સો મિલની ઓફિસના તસ્કરો દ્વારા તાળા તોડવામાં આવ્યા હતા.

એક મહિલા સહિત ત્રણ તસ્કરો મોઢું બાંધીને આવ્યા હતા
આ કારસ્તાનમાં એક મહિલા સહિત ત્રણ તસ્કરો મોઢું બાંધીને આવ્યા હતા. દરેક સો મિલની ઓફિસના દરવાજાના નકુચા, તાળા તોડી ચોરો અંદર પ્રવેશ્યા હતા અને કબાટો તોડીને તમામ સામાન કાગળો વેરવિખેર કરી મૂક્યા હતા. આટલી મહેનત કરવા જતા તસ્કરોને કોઈ રોકડ રકમ હાથે લાગી ન હતી. પણ આશાપુરા સો મિલમાંથી એક નાની મોટર, બેન્સાની પટ્ટી ટાઈપ કરવાનું તાણીયું તથા ધાબીયુની ચોરી કરી ગયા હતા. તો અન્ય સો મિલમાં ફર્નિચર લાઈટ સીસીટીવી કેમેરાને તોડી ફોડીને નુકસાન કર્યું હતું. સવારે સો મિલના સંચાલકો આવ્યા ત્યારે બનાવની તેમને જાણ થઈ હતી તેમણે પોલીસને અરજી આપી હતી. ચોરીમાં જાણભેદુની આશંકા ત્રણ તસ્કરોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. તમામે મોઢું બાંધ્યું હતું, જેથી તેઓની ઓળખ થઈ ન શકે. એવું લાગે છે કે ચોરી કોઈ જાણ ભેદુએ કર્યાનું કહેવાય છે. કઈ કઈ સો મિલમાં તસ્કરો ત્રાટક્યા (1) શ્રી આશાપુરા સો મિલ (2)શ્રી મહાવીર સ્વામી (3) શ્રી શક્તિવિજય સો મિલ (4) શ્રી લક્ષ્મી ટિમ્બર ટ્રેડર્સ (5) શ્રી અંબિકા સો મિલ (6) શ્રી ટી.એમ.પટેલ એન્ડ સન્સ (7) શ્રી ગીતા ટીમ્બર માર્ટ

બીલીમોરામાં ધોળા દિવસે બંધ મકાનમાંથી રોકડ સહિત રૂ. 3.60 લાખ મતાની ચોરી
બીલીમોરા સોમનાથ મંદિર નજીકની સોસાયટીમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી લોખંડના કબાટ તોડી તેમાં મુકેલા સોના- ચાંદીના દાગીના અને રૂ. 40 હજાર રોકડ મળી કુલ 3.60 લાખની મતા ચોરી કરી જતા ચકચાર મચી છે. બીલીમોરા પોલીસે ફરિયાદીની માત્ર અરજીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીલીમોરા સોમનાથ મંદિર પાસે આવેલી શિવચરણ સોસાયટીમાં રહેતા ગીતાબેન જીતેન્દ્ર સોલંકી પતિ તેમજ પુત્ર, પુત્રવધુ સાથે રહે છે. તેઓ તેમના પતિ સાથે દિયરની બાયપાસ સર્જરી હોવાથી 19મી ઓગસ્ટના રોજ વડોદરા ગયા હતા. તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરે જ હતા. દરમિયાન 22મી ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે પોતાના કામ અર્થે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરને તાળુ મારી સુરત-વલસાડ કામ અર્થે જવા નીકળ્યા હતા. ધોળે દિવસે બંધ મકાન જોઈ તસ્કરોએ ખાતર પાડ્યું હતું.

તસ્કરોએ સોના ચાંદીના આભૂષણો ઉપર હાથફેરો કર્યો
ચોરો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ અંદરના રૂમમાં આવેલા કબાટમાંથી સોનાનું કડું, સોનાની લકી ચેઇન, સોનાની બે ચેઇન, વીંટી, કાનમાં પહેરવાની એક બુટ્ટી, નાકમાં પહેરવાની પાંચ જળ, ચાંદીનો ડબ્બો, થાળી, વાટકો ગ્લાસ, સોનાનો ઢોળ ચડાવેલો ચાંદીનો મંગળસૂત્ર તેમજ રોકડા રૂ. 40 હજાર મળી કુલ રૂ.3.60 લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સાંજે પોતાનું કામ પતાવીને તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો તેમજ અંદર સામાન વેરવિખેર જોતાં તેમને કઈ અઘટિત બન્યું હોવાનું જણાયું હતું. કબાટમાં તપાસ કરતા દાગીના ગુમ હતા.

Most Popular

To Top