Dakshin Gujarat

બારડોલી અને ઓલપાડમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત:એક ઘાયલ થયો

બારડોલી : (Bardoli) શનિવારની મોડી સાંજે મહુવા ગામના (Mahuva Villege )પારસીવાડ મુકામે રહેતા દીપેશ રાકેશભાઈ મિસ્ત્રી તથા પત્ની ખુશ્બુબેન શનિવાર મોડી સાંજે સુરતથી (Surat) તેમની મોટરસાયકલ (Motorcycle) ઉપર મહુવા પરત જઈ રહ્યા હતા તેવા સમયે બારડોલીના ઈસરોલી ગામ પાસેના ચાલકે મોટરસાયકલ સવારોને અડફેટે(Accident)લીધા હતા. દંપતી ફંગોળાઈ જતાં હાથે અને પગે ફ્રેક્ટર થયું છે. અકસ્માત સર્જી ભાગવાની કોશિશ દરમિયાન કારચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવતાં તેની કાર રસ્તાની બાજુમાં આવેલા વિજપોલ સાથે અથડાઈ હતી. અકસ્માત કરનારો કારચાલક ઈસરોલી ગામની સાઈ દર્શન સોસાયટીમાં રહેતો મણિલાલ નામનો વ્યક્તિ હોવાની ચર્ચાઓ સંભળાતા મળી છે, તે કાર મૂકી ભાગી છૂટ્યો હતો. બારડોલી પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કાર અડફેટે મોટરસાયકલ સવારનું મોત
દેલાડ: મુળ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાનો વતની ટુના રઘુનાથ શાહુ ઓલપાડ ટાઉનમાં માળી ફળીયામાં રહેતો હતો. તે ગત તા.૨૭ના રોજ રાત્રે ૯-સાયણ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં મહિન્દ્રા ફોર વ્હીલ ગાડીના ચાલક હિતેશ પટેલ મોપેડ ચાલક ટુના શાહુને અડફેટે લીધો હતો. તે રોડ પર પટકાતાં ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન રવિવારે તેનું મોત થયું હતું. આ મામલે સુરત શહેરમાં રહેતા મૃતકના મોટાભાઈ બુલુ રઘુનાથ શાહુએ હિતેશ પટેલ વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ અ.હે.કો.વિક્રમસિંહ કરી રહ્યા છે.
અંકલેશ્વરમાં કેમિકલ ભરેલા ટેમ્પો ધડાકાભેર સળગી ઉઠ્યો
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા યોગી એસ્ટેટ પાસે એક ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. જોકે આગ ઉપર ગણતરીના સમયમાં કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બનાવની જાણ થતાં જ DPMCના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં.
DPMC લશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી કેમિકલ ભરી એક ટેમ્પો યોગી એસ્ટેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ટેમ્પોમાં આગ ફાટી નીકળી હતી. જોકે ટેમ્પામાં આગ લાગવાની જાણ થતાં જ સમય સૂચકતા વાપરી ટેમ્પો ચાલક ટેમ્પોમાંથી બહાર નીકળી ગયો હતો. ટેમ્પો આગની લપેટમાં આવતા ધુમાડો દૂર-દૂર સુધી જોવા મળ્યો હતો. જોકે આસપાસના લોકોએ બનાવની જાણ થતાં ડીપીએમસીના કર્મચારીઓને કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. DPMCએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

Most Popular

To Top