Dakshin Gujarat

ભરૂચ: બાબરીના પ્રસંગે નાચતી વખતે યુવકને બીજાની કોણી વાગી અને થઈ મોટી બબાલ

ભરૂચ: (Bharuch) વાલિયાના ભીલોડ ગામે બાબરીના પ્રસંગે નાચતી (Dance) વખતે એક હેલ્પર યુવકને બીજાની કોણી વાગી ગઈ હતી. જેની રીષ રાખીને મધરાત્રે બે ઇસમે લાકડીના સપાટો મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હતી.

ભીલોડ ગામના (Village) ૨૩ વર્ષીય કરન કાનજી વસાવા ઝઘડિયા GIDCમાં એક કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. તા.૧૧ એપ્રિલે સાંજે નોકરી પરથી આવીને ગામમાં જ તેમના સંબંધીને ત્યાં બાબરીનો પ્રસંગે ગયા હતા. રાત્રે સાડા દસેક વાગ્યે બેન્ડ પાર્ટી હોવાથી કરન વસાવાએ તેના મિત્રો સાથે નાચવાનું શરૂ કર્યું હતું. નાચતી વખતે કરન વસાવાએ ભૂલથી ગામનો પિંકેશ ભરત વસાવાને કોણી વાગી ગઈ હતી. જે બાબતે બંને વચ્ચે રકઝક થઇ હતી. જે બાબતની રીસ રાખીને પિંકેશ ભરત વસાવા અને પિંકેશ રવીયા વસાવાએ લાકડી વડે હાથમાં અને કમરના ભાગે સપાટા માર્યા હતા.

આ મારામારીમાં કરન વસાવાએ બૂમાબૂમ કરતાં આજુબાજુ લોકો દોડી આવ્યા હતા. બંને જણાએ જતા જતા કહેતા ગયા કે આજે તો તું બચી ગયો. હવે પછી મળશે તો જાનથી મારી નાંખીશ. કરન વસાવાને ઈજા થતાં વાલિયા સરકારી દવાખાને સારવાર લીધા બાદ વાલિયા પોલીસમાં ફરિયાદ આપતાં પિંકેશ ભરત વસાવા અને પિંકેશ રવિયા વસાવા વિરુદ્ધ મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

વલસાડમાં મારામારી કરી કાર સહિત મોબાઈલ, લેપટોપ લઈને ભાગેલ બે આરોપી ભરૂચમાં ઝડપાયા
ભરૂચ: અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ભરૂચ કંટ્રોલમાંથી મેસેજ મળ્યા હતા કે, વલસાડની હદમાંથી મારામારી કરી બે ઈસમ કાર નં.(જીજે-૧૫-સીએલ-૮૩૩૩) લઇ ભાગેલ છે. જેઓ કામરેજ પાસ કરી ભરૂચ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે મુલદ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતાં તેમાંથી લેપટોપ અને પાંચ મોબાઈલ ફોન તેમજ ૪ લાખની કાર મળી કુલ ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને મૂળ યુપીના અને હાલ ઉમરગામ જી.આઈ.ડી.સી. કોલોની પાસેની એકતા સોસાયટીમાં રહેતો ભરતસિંઘ ઓમપ્રકાશસિંઘ ચંદેલ અને કમલ ઉર્ફે કમલેશ શંકરલાલ જાટને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top