SURAT

સુરતમાં પડોશી યુવકનો સોશ્યલ મીડિયા માટે રીલ બનાવવા લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ

સુરત: (Surat) લિંબાયત ખાતે રહેતા યુવકે તેની પડોશમાં રહેતી કિશોરી સાથે મિત્રતા કરી બાદમાં તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) વિડીયો બનાવી આપવાની લાલચ આપી હતી. અને ડિંડોલીની હોટલમાં (Hotel) લઈ જઈ કીશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને જો કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લિંબાયત પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • લિંબાયતમાં પડોશી યુવકે સોશ્યલ મીડિયા માટે રીલ બનાવવાની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું
  • કીશોરીને ડિંડોલીની બ્લેક ર્બડ હોટલમાં લઈ જઈ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું
  • જો કોઈને જાણ કરી તો મારી નાખવાની પણ ધમકી આપી હતી

લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત આસપાસ નગરમાં રહેતો સાગર ઉર્ફેક કાર્તિક વિનોદ પાટીલ નામના યુવકે તેની જ સોસાયટીમાં રહેતી યુવતીને પોતાની વાતોમાં ફસાવી હતી. યુવતી સાથે મિત્રતા કર્યા બાદ અવારનવાર યુવતીને મોબાઇલમાં નવા નવા વિડીયો મોકલી વિડીયો બનાવવા લલચાવતો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવી આપવાની લાલચ આપી ડિંડોલી વિસ્તારમાં આવેલ બ્લેક બર્ડ નામની હોટલમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઉપરાંત જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે ત્યારબાદ પણ સાગર ઉર્ફે કાર્તિક તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી ડિસેમ્બર ૨૦૨૨ માં પણ ત્રણ વાર બ્લેક બર્ડ હોટલમાં લઈ જઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી આખરે ભોગ બનનારી યુવતીએ ગઈકાલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાગર ઉર્ફે કાર્તિક સામે અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કીશોરીને પેટમાં દુખાવો ઉપડતા ચેકઅપ કર્યુ તો ગર્ભવતિ હોવાની જાણ થઈ
કીશોરીની મોટી બહેનના લગ્ન હોવાથી પિતા તે ભાગદોડમાં હતા. દરમિયાન કીશોરીને પેટમાં દુ:ખાવો થતો હોવાથી તેની તબિયત સારી રહેતી નહોતી. એટલે પિતાએ મહારાષ્ટ્ર લઈ જઈ ત્યાં તેનું ચેકઅપ કરાવ્યું હતું. ત્યારે ડોક્ટરે તેને 12 થી 14 અઠવાડિયાનો ગર્ભ હોવાનું કહેતા પરિવાર ચોંકી ગયો હતો. બાદમાં કીશોરીને આ અંગે પુછતા તેને સમગ્ર બાબત જણાવી હતી.

Most Popular

To Top