Dakshin Gujarat

નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં ભરૂચ, વડોદરા સહિત નર્મદા કાંઠા વિસ્તારોમાં એલર્ટ

ભરૂચ: વડોદરા, ભરૂચ (Bharuch) અને નર્મદા (Narmada) જિલ્લાના નદી કાંઠા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સરદાર (Sardar) સરોવર (Sarovar) નર્મદા નિગમ (Narmada Corporation) દ્વારા સૂચન કરાયું છે. શનિવારે રાત્રે ૯ કલાકથી નર્મદા નદીમાં (Narmada River) ડેમના (Dem) ૨૩ દરવાજા વધુ ૨૩ સેમી ખોલી ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવનાર છે.સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા છેલ્લા એક મહિનાથી ખુલ્લા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના ૨૩ દરવાજા વધુ ૨૩ સેમીથી ખોલી શનિવારે રાતે ૯ કલાકથી વધુ પાણી છોડવામાં આવનાર છે.

સપાટી શનિવારે ફરીથી બે દિવસ રહીને ૧૩૬.૬૮ મીટરે પહોંચી
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના ૩૦ દરવાજા પાણીની આવક મુજબ છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ખોલ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલ નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલી નર્મદા નદીમાં ૨.૧૫ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ડેમની સપાટી તા.૧૫ સપ્ટેમ્બરે સંપૂર્ણ ભરાયા બાદ શનિવારે ફરીથી બે દિવસ રહીને ૧૩૬.૬૮ મીટરે પહોંચી હતી. જે ઘટીને બપોરે ૧૩૬.૬૭ મીટર થઈ હતી. રિવર બેડ પાવર હાઉસનાં પણ તમામ ૬ ટર્બાઇનો ધમધમતા હોવાથી વીજ ઉત્પાદન બાદ નદીમાં ૪૩,૬૪૯ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે.

નીચાણવાળા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સૂચના
દરમિયાન ઉપરવાસ મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાધીશોએ રાતે ૯ કલાકથી વધુ પાણી છોડવાનો નિર્ણય લીધો છે. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી ફરી વધવાની વકી
શનિવારે રાત્રે ૯ કલાકથી ડેમના ૨૩ દરવાજા ૧.૩૮ મીટર ખોલીને ૨.૫૦ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવનાર છે. અને પાવર હાઉસ દ્વારા ૪૫ હજાર ક્યુસેક પાણી ઠલવાશે. જેને લઈ નર્મદા ડેમમાંથી નદીમાં કુલ ૨.૯૫ લાખ ક્યુસેક પાણી વહેતું કરવામાં આવશે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી ફરી વધવાની વકી વ્યક્ત કરાઈ રહી છે.

Most Popular

To Top