Dakshin Gujarat

ભરૂચના ડ્રીમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં એક તરફનો સ્લેબ ધરાશાયી

ભરૂચ : ભરૂચ નગર પાલિકાની (Nagar Palica) સામે આવેલા ડ્રીમ લેન્ડ પ્લાઝા (Dream land plaza) શોપિંગ સેન્ટર (Shoping Sentar) દિવસે દિવસે જોખમકારક બની ગયો છે. શુક્રવારે રાત્રે શોપિંગનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી.દોઢ વર્ષમાં આ જોખમી શોપિંગનો સ્લેબ તૂટી પડવાની ત્રીજી ઘટના બની છે. જોકે સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નોંધાઇ નથી. ભરૂચ નગર પાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝા ખાતે પુનઃ એકવાર સ્લેબ (Slabe) તૂટી પડ્યો (Broke Down) હતો.ભરૂચના સ્ટેશન રોડ ઉપર નગર પાલિકાની સામે ડ્રીમ લેન્ડ શોપિંગનો કેટલોક હિસ્સો ગત વર્ષે કોરોના સમયે બે વખત ધસી પડ્યો હતો. જે ઘટનામાં તે સમયે દુકાનમાં કેટલા લોકો ફસાઇ ગયા હતા.

ચહલપહલ વખતે આ ઘટના ઘટતા લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયા
ફરી એક વખત શોપિંગ સેન્ટરનો રિલેક્સ ટોકીઝ તરફનો કેટલો હિસ્સો ધસી જવા પામ્યો હતો. રાતે લોકો ખાણી પીણીની મજા માણી રહ્યા હતા ત્યારે જ ચહલપહલ વખતે આ ઘટના ઘટતા લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા. જોકે સદનસીબે શોપિંગનો જાહેર માર્ગની અંદરનો તરફનો ભાગ ધસી પડવાની ઘટનામાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી. શોપિંગ સેન્ટરનો હિસ્સો ધસી પડતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી કાટમાળને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.
અગાઉ પણ ગેલેરી ધરાશાયી થતાં ત્રણ લોકો ફસાયા હતા
ભરૂચ નગરપાલિકાની સામે આવેલી ડ્રીમ લેન્ડ પ્લાઝાની ગેલેરીનો સ્લેબ ગત વર્ષે માત્ર 15 દિવસના ગાળામાં 2 વખત ધરાશાયી થયો હતો. અગાઉ ગેલેરી ધરાશાયી થતાં ત્રણ લોકો ફસાયા હતા. જે ઘટના બાદ ૧૫ દિવસમાં જ બીજી વખત ગેલેરીનો મુખ્ય ભાગ ધરાશય થતાં કાટમાળ મુખ્ય રોડ પર પડ્યો હતો. જોકે સદનસીબે રાતના સમએ કરફ્યુ હોવાથી મોટી જાનહાની ટળી હતી.

Most Popular

To Top