Dakshin Gujarat

અંત્રોલીના ખેડૂત પાસેથી દાન આપવાના બહાને ગઠિયો સોનાની ચેન અને લૂઝ કઢાવી ગયો

પલસાણા: (Palsana) એક ગઠિયો અંત્રોલી (Antroli) ગામે રહેતા ખેડૂતને (Farmer) મંદિરમાં (temple) દાન (Cherati) આપવાનું છે તેમ કહી તમે સોનાને પૈસા સાથે વીંટાળી ખોડિયાર માતાનાં ચરણોમાં મૂકી તમને તમારી સોનની ચેઇન અને લૂઝ પાછું આપી દેવાનું કહી ખેડૂતના બે લાખનાં ઘરેણાં તફડાવી નાસી ગયો હતો.અંત્રોલી ગામે નવા ફળિયામાં રહેતા નાનુ વલ્લભ પટેલ ગામના રામજી મંદિર પાસે ઊભા હતા. દરમિયાન એક ગઠિયો મોટરસાઇકલ લઈ આવ્યો અને કહ્યું કે, મારી પાસે આ દસ હજાર રૂપિયા છે.

ગઠિયાએ 500ના નોટની થપ્પી કાઢી હતી અને નાનુભાઈને બતાવી
તે મારે આ ખોડિયાર માતાના મંદિરમાં દાન કરવાના છે તેમ કહી ગઠિયાએ 500ના નોટની થપ્પી કાઢી હતી અને નાનુભાઈને બતાવી હતી અને જણાવ્યું હતું કે, ખોડિયાર માતાનાં ચરણોમાં આ દાનના પૈસા કોઈ સોનાની વસ્તુ સાથે ચરણોમાં જાય તો પુણ્ય વધુ લાગે માટે તમે તમારા ગળામાં પહેરેલ સોનાની ચેન અને લૂઝ આ પૈસામાં વીંટાળીને માતાનાં ચરણોમાં આ પૈસા દાન કરી લઉં પછી તમે તમારી વસ્તુ પાછી લઈ લેજો તેમ કહી નાનુભાઈએ ગળામાં પહેરેલી ચેન અને હાથમાં પહેરેલું સોનાનું લૂઝ કાઢીને આપ્યું હતું.

પોલીસને આરોપીની ઓળખ થઈ નથી
ગઠિયો વાતમાં ભોળવી સોનાનું લૂઝ અને ચેઇન રૂપિયામાં વીંટાળી લઈ રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટના અંગે નાનુભાઈએ કડોદરા પોલીસમથકમાં ફરિયાદ આપી હતી. આ અંત્રોલી ગામના CCTV કેમેરા બંધ હોવાના કારણે હાલ પોલીસને આરોપીની ઓળખ થઈ નથી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top