Dakshin Gujarat

બાબેનમાં 15 વર્ષની સગીરા તેના જન્મ દિવસે જ ગુમ થઈ ગઈ

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના બાબેન ગામની એક સોસાયટીમાં રહેતી 15 વર્ષની તરુણી તેના જન્મ દિવસે જ ગુમ થઈ જતા બારડોલી ટાઉન પોલીસમાં (Police) અપહરણની (Kidnapping) ફરિયાદ નોંધાઇ છે. પડોશમાં રહેતો યુવક (Boy) જ તેણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની (Marriage) લાલચે ભગાડી ગયો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

  • બાબેનમાં 15 વર્ષની સગીરાનું લગ્નની લાલચે અપહરણ
  • પડોશમાં રહેતો યુવક જ તેણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ

આ અંગે મળતી માહિતી અનુસાર બાબેન ગામે રહેતી 15 વર્ષીય સગીરા પ્રાથમિક શાળામાં ધો. 8માં અભ્યાસ કરે છે. 8મી માર્ચના રોજ તેના જન્મ દિવસ નિમિત્તે તેના માતા પિતા જન્મદિવસની ઉજવણીનો સામાન લેવા માટે ગયા હતા. માતાપિતા પરત ફર્યા ત્યારે તેમના ઘરનો દરવાજો બહારથી બંધ હતો અને તેમની પુત્રી ગાયબ હતી. આજુબાજુ અને સગા સંબંધીને ત્યાં શોધખોળ કરતા પણ તેણીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

દરમ્યાન બે માસ પહેલા સગીરા શાળામાંથી ઘરે પહોંચી ન હોય તપાસ કરતા તે બારડોલીના ગાંધી રોડ પર આવેલા બાગમાંથી મળી આવી હતી. તેને પાડોશમાં રહેતો અનવર અન્સારી ફરવા લઈ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમની દીકરીને અનવર અન્સારી જ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની શંકા ગઈ હતી. તેના રૂમ પર તપાસ કરતા અનવર અને તેના મિત્રોએ રૂમ ખાલી કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. આથી સગીરાની માતાએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં અનવર અન્સારી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરમાં અડપલાં કરી દુષ્કર્મની કોશિશ કરનાર ઝડપાયો
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરના એક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લઘુમતી કોમની સગીરા પોતાના ઘરમાં એકલી હતી. દરમિયાન પાડોશી નરાધમ ભૂપેન્દ્ર રામેશ્વર ગૌડ સગીરાના ઘરમાં પ્રવેશી અડપલાં કરી બળાત્કાર કરવાની કોશિશ કરતાં સગીરાએ બૂમરાણ મચાવી હતી. જેને પગલે હવસખોર યુવાન ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે સગીરાની માતાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી નરાધમ ભૂપેન્દ્ર રામેશ્વરની શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસે હવસખોર ભૂપેન્દ્ર રામેશ્વર ગૌડને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top