Sports

ટેસ્ટ સિરીઝ પહેલાં કેપ્ટને રિટાયરમેન્ટની જાહેરાત કરતા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો

નવી દિલ્હી: બોર્ડક ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને (Australian team) મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ 2021નો ખિતાબ જીતાડનાર કેપ્ટન એરોન ફિન્ચે (Captain Aaron Finch) અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (international cricket) નિવૃત્તિની (Retirement) જાહેરાત કરી છે. ફિન્ચે ઓસ્ટ્રેલિયા માટે 250થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ આ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે ફિન્ચે ગયા વર્ષે જ વન-ડેમાંથી નિવૃત્તિ લીધી હતી. 

ફિન્ચે શા માટે અચાનક નિવૃત્તિ લીધી?
ઓસ્ટ્રેલિન સ્ટાર ફિન્ચે અચાનક નિવૃતિની જાહેરાતથી સૌ કોઈ ચોંકી ગયા છે. ત્યારે ફિન્ચે અચાનક નિવૃત્તિ લેવા પાછળ મોટું કારણ આપ્યું છે. ફિન્ચે કહ્યું, “મેં જોંયુ કે BBL માં રમ્યા બાદ મારું શરીર દુ:ખતું હતું અને મને સાજા થવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. કોચ મેકડોનાલ્ડે કહ્યું કે લાગણીશીલ ન હોય તેવા નિર્ણયો લેવા માટે પોતાને સમય આપો, પરંતુ નિર્ણય એવા હોય જે તમારા અને તમારા પરિવાર માટે યોગ્ય છે. અને મે આ માટે ઘણું વિચાર્યું અને આખરે આ નિર્ણય લીધો.

ફિન્ચે વધુમાં કહ્યું કે હું હવે 2024નો T20 વર્લ્ડ કપ રમી શકીશ નહીં. આવી સ્થિતિમાં, નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે જેથી ટીમ તેની ભાવિ રણનીતિ પર કામ કરી શકે. હું મારા પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોનો આભાર માનું છું જેમણે મારી કારકિર્દી દરમિયાન મને સપોર્ટ કર્યો. તે ચાહકોનો પણ હૃદયપૂર્વક આભાર કે જેમણે સતત સમર્થન આપ્યું. 2021માં T20 વર્લ્ડ કપ અને 2015માં ODI વર્લ્ડ કપ જીતવો મારી કારકિર્દીની સૌથી ખાસ યાદો બની રહેશે. આ 12 વર્ષોમાં મારા દેશ માટે રમવું, કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો એ એક સન્માન છે જે દરેક વ્યક્તિ મેળવવાની ઈચ્છા રાખે છે.

ગયા વર્ષે ODIમાંથી નિવૃત્તિ લીધી હતી
લાંબા સમય સુધી વનડેમાં સંઘર્ષ કર્યા બાદ ફિન્ચે ગયા વર્ષે જ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ફિન્ચ મેલબોર્ન રેનેગેડ્સ સાથે ઓછામાં ઓછા એક વર્ષ સુધી BBLમાં રમે તેવી અપેક્ષા છે. તે વિદેશી ટી20 લીગમાં ભાગ લેવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યો છે. ફિન્ચે કહ્યું, “જે કોઈ પણ આ ટીમનું નેતૃત્વ સંભાળશે, અને નવા ઓપનિંગ બેટ્સમેન તરીકે જવાબદારી સંભાળશે, તેને લાંબો સમય મળશે. આગામી 18 મહિના ટીમને મારી પોતાની બનાવવાની શ્રેષ્ઠ તક હશે.

ફિન્ચે તેની કારકિર્દીમાં પાંચ ટેસ્ટ, 146 ODI અને 103 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 76 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરનાર ફિન્ચ એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તેણે તેની 103 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 34.28ની એવરેજથી રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 142.5 હતો. વર્ષ 2018માં ઝિમ્બાબ્વે સામે તેણે 76 બોલમાં 172 રન બનાવીને એક અલગ રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારત સાથેની શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.

ફિન્ચની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર એક નજર
ODI – 142 ઇનિંગ્સમાં 39ની એવરેજ અને 88ની સ્ટ્રાઇક રેટથી 5406 રન. આ દરમિયાન તેણે 17 સદી અને 30 અડધી સદી ફટકારી હતી.
T20 – 103 ઇનિંગ્સમાં 34ની એવરેજ અને 142ના સ્ટ્રાઇક રેટથી 3120 રન. T20માં તેના નામે બે સદી અને 19 અડધી સદી સામેલ છે.
Test – 5 ઇનિંગ્સમાં 28ની એવરેજથી 278 રન. આ ફોર્મેટમાં તેના નામે બે અર્ધસદી છે.

Most Popular

To Top