Science & Technology

વોટ્સએપ યુઝર્સને મોટો ફટકો, આવતીકાલથી આ સ્માર્ટફોનમાં નહીં કરે કામ

જો તમે Apple iPhone મોબાઈલના (Mobile) ચાહક છો અને તમે હજુ પણ iPhone ના ઉપયોગના મોહમાં તમારા જૂના iPhone નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે તમારા હેન્ડસેટને (Handset) તાત્કાલિક અપગ્રેડ (Upgrade) કરવાની જરૂર છે. આ વર્ષની શરૂઆતમાં એવું બહાર આવ્યું હતું કે મેટા-માલિકીની ચેટ એપ વ્હોટ્સએપ iPhone 5 અને iPhone 5Cને સપોર્ટ કરવાનું બંધ કરશે. અસરગ્રસ્ત વપરાશકર્તાઓને આ ફેરફાર વિશે ચેતવણી આપતો એક ઇન-એપ સંદેશ મે મહિનામાં મળ્યો હતો. જે હવે સોમવાર 24 ઓક્ટોબર થી લાગૂ થઈ રહ્યો છે.

  • જો તમે Apple iPhoneનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે તમારે હેન્ડસેટને તાત્કાલિક અપગ્રેડ કરવાની જરૂર છે
  • મેટા માલિકીની ચેટ એપ વ્હોટ્સઅપમાં ફેરફાર 24 ઓક્ટોબરથી લાગૂ થશે
  • આ યુઝર્સે WhatsAppનો ઉપયોગ કરવા માટે iOSને અપગ્રેડ કરવું પડશે

જો તમે હજુ પણ iPhone 5 અથવા iPhone 5C યુઝર છો તો તમે આનો શિકાર બની શકો છો. iPhone 5 અને iPhone 5C યુઝર્સ WhatsApp પર ચેટનો આનંદ માણી શકશે નહીં. વાસ્તવમાં આ બંને હેન્ડસેટ iOS 10 અને iOS 11 પર કામ કરે છે જેના પર આવતીકાલથી WhatsApp કામ નહીં કરે. આ યુઝર્સે WhatsAppનો ઉપયોગ કરવા માટે iOSને અપગ્રેડ કરવું પડશે.

વોટ્સએપે પહેલાથી જ જાણકારી આપી હતી કે જો તમે વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવા માંગતા હોવ તો તમારે iOS અપગ્રેડ કરવું પડશે. આ માટે સેટિંગ્સમાં જઈને Software Update in General પર ક્લિક કરો અને લેટેસ્ટ iOS વર્ઝન પર ક્લિક કરો. કેટલાક અન્ય iPhone હેન્ડસેટ પણ પ્રભાવિત થઈ શકે છે જેમ કે iPhone 5S, iPhone 6 અને iPhone 6S શામેલ છે.

Most Popular

To Top