World

ચીન અને પાકિસ્તાનની હાલત થશે ખરાબ! હેલીના આ નિવેદને ખળભળાટ મચાવ્યો

નવી દિલ્હી: રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલી જેમણે તાજેતરમાં અમેરિકી (America) રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે તેમણે પોતાના ચૂંટણી (Election) પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં જ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અમેરિકામાં તેમને પસંદ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને તેમની એપ્રૂવલ રેટિંગનો અર્થ એ છે કે તેમને પસંદ કરનારા લોકોની સંખ્યા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન કરતા પણ વધુ છે. આ વધતી લોકપ્રિયતા વચ્ચે હેલીએ અમેરિકાની વર્તમાન બિડેન સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે.

યુએસ દર વર્ષે વિદેશમાં મોકલવામાં આવતી સહાય ઉપર લગભગ $46 બિલિયન ખર્ચ કરી રહ્યું છે
શનિવારે હેલીએ બિડેન વહીવટીતંત્ર દ્વારા વિદેશમાં મોકલવામાં આવતી સહાય ઉપર નિશાન સાધ્યો હતો. તેમણે પોતાના અભિપ્રાયમાં નિર્દેશ કર્યો કે કેવી રીતે યુએસ દર વર્ષે $46 બિલિયન ખર્ચ કરી રહ્યું છે. આ ખર્ચ ચીન, પાકિસ્તાન અને ઈરાક જેવા દેશો માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું “હું સત્તામાં આવીશ તો અમારા દુશ્મનોને આટલું મોટું ભંડોળ પૂરું પાડવાનું સંપૂર્ણપણે બંધ કરી દઈશ”. વઘારામાં હેલીએ કહ્યું “અમે બેલારુસને પણ સહાય મોકલીએ છીએ, જે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો નજીકનો મિત્ર છે. અમે સામ્યવાદી દેશ ક્યુબાને પણ સહાય મોકલીએ છીએ, જ્યાં સરકાર અમને આતંકવાદના પ્રાયોજક તરીકે લેબલ કરે છે.” હેલીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાન અને ઈરાકમાં મદદ મોકલવામાં આવે છે, જ્યાં અમેરિકા પોતાનો વિરોધ નોંધાવે છે.

હેલીએ અમેરિકાની અગાઉની સરકારો અને રાષ્ટ્રપતિઓ પર આકરા પ્રહારો કર્યા
હેલીએ અમેરિકાની અગાઉની સરકારો અને રાષ્ટ્રપતિઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આ માત્ર જો બિડેનની વાત નથી. આવું બંને પક્ષો એટલે કે ડેમોક્રેટ્સ-રિપબ્લિક બંનેના નેતૃત્વમાં દાયકાઓથી થઈ રહ્યું છે. આપણી વિદેશી સહાય નીતિ ભૂતકાળમાં અટવાયેલી છે. તે એક પ્રકારનું ઓટો-પાયલોટ મોડ પર છે.

નિક્કી હેલીએ કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો તે અમને નફરત કરતા દેશોને આપવામાં આવતી વિદેશી સહાયમાં ઘટાડો થશે. હેલીએ 14 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી કે તે 2024 ના રિપબ્લિકન પ્રમુખપદ માટે નોમિનેશન માંગશે. ભારતીય મૂળના રિપબ્લિકન નેતા નિક્કી હેલી, દક્ષિણ કેરોલિનાના બે વખત ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત છે.

Most Popular

To Top