World

અમેરિકાની યુક્રેનને ચેતવણી- રશિયાના જંગી વિમાનો તેમજ હેલિકોપ્ટર હુમલો કરવા માટે તૈયાર

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) વચ્ચેના યુદ્ધને (War) એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. થોડાં દિવસ પહેલા એવા એંધાણ હતા કે 24 ફેબ્રુઆરી કે જયારે આ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે રશિયા ફરીવાર યુક્રેન ઉપર હુમલો (Attack) કરશો જો કે એવું થયું ન હતું. પણ હવે વિશ્વની મહાસત્તા ઘરાવતો દેશ એટલે કે અમેરિકાના રક્ષા અધિકારી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે રશિયાના જંગી વિમાનો તેમજ હેલિકોપ્ટર હુમલો કરવા માટે તૈયાર છે. માત્ર પુતિનનો આદેશ આપવાની વાર છે. જણાવી દઈએ કે આ અગાઉ યુક્રેને પણ પોતાની ઉપર હુમલો થવા અંગેના એંધાણ વ્યકત કર્યા હતા.

અમેરિકાના જનરલ તરફથી જાણકારી મળી આવી છે કે રશિયા યુક્રેન ઉપર હુમલો કરવાની ફિરાકમાં છે. આ હુમલા માટે ધણાં ફાઈટર પ્લેન તેમદ હેલિકોપ્ટર તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત તેણે જણાવ્યું કે યુક્રેનની એર ડિફેંસ લગભગ તબાહ થઈ ગઈ છે. આવામાં જો રશિય પોતાની ફાઈટર પ્લેન તેમજ હેલિકોપ્ટરની સુરક્ષામાં કોઈ ચિંતા નથી.

યુએસ જનરલ સર રિચર્ડ બેરોન્સે કહ્યું કે યુક્રેન તેની ભૂલોમાંથી શીખવામાં ખૂબ વાર લગાડે છે. જો કે તેણે તેની વાયુસેનાની શક્તિ પ્રત્યે પોતાનું વલણ બદલ્યું છે. જનરલે કહ્યું કે વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં અત્યાર સુધી બંને પક્ષોને ભારે નુકસાન થયું છે. પરંતુ રશિયન પ્રમુખ પુતિનને વારંવારના અપમાનને ટાળવા માટે હુમલા પર પુનર્વિચાર કરવાની ફરજ પડી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને યુદ્ધને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા અને આખી તેઓએ આખી દુનિયાને ચોંકાવી દીધા હતા. આ સફર ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. તેઓ પોલેન્ડથી ટ્રેન દ્વારા યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓએ રશિયાને યુદ્ધના નુકસાન વિશે ચેતવણી આપી હતી. આ સાથે જ ‘નાટો’ના પૂર્વીય દેશો સાથે મહત્વની બેઠક યોજીને નવી રણનીતિ પણ બનાવવામાં આવી હતી.

જણાવી દઈએ કે અગાઉ અમેરિકાએ સંકેત આપી દીધા હતા કે રશિયા આવનારા સમયમાં યુક્રેન ઉપર મોટો હુમલો કરી શકે છે. યુદ્ધના એક વર્ષ પુરા થવાના અવસર પર મોટો હુમલો થઈ શક્યો હોત, પરંતુ બિડેનની મુલાકાતને કારણે રશિયાએ કદાચ હુમલા પર બ્રેક લગાવી દીધી હતી. હવે અમેરિકન જનરલના કહેવા પ્રમાણે તેઓ હવાઈ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે માત્ર પુતિનના આદેશની રાહ જોઈ રહ્યા છે.

Most Popular

To Top