Dakshin Gujarat

ટ્રકમાં દારૂ લઈ જતી મહિલાઓનો પોલીસે પીછો કર્યો અને હાઈવે પર સર્જાયા ફિલ્મી દૃશ્યો

હથોડા: (Hathoda) પાલોદ પોલીસે (Police) ફિલ્મી ઢબે (Filmy Style) પીછો કરી ટ્રકમાંથી રૂ.૪૦ હજારનો દારૂ (Alcohol) પકડી પાડ્યો હતો. ટ્રકની કેબિનમાં મહિલા બુટલેગરો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇને બેઠી હતી. પોલીસે ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કરતાં હાઇવે પર ફિલ્મી દૃશ્યો સર્જાયા હતાં. જોકે પોલીસને જોતાં જ મહિલા બુટલેગરો (Lady Bootlegger) ટ્રકની કેબિનમાંથી ઉતરી ભાગી છૂટી હતી.

  • પોલીસે ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કરતાં હાઇવે પર ફિલ્મી દૃશ્યો સર્જાયા
  • પાલોદ પોલીસે ટ્રકમાંથી રૂ.૪૦ હજારનો દારૂ પકડી પાડ્યો

પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ચોકીના ફોજદાર અશોક પટેલને બાતમી મળી હતી કે, કોસંબા ફાટક તરફથી કામરેજ તરફ જઈ રહેલી ટ્રકની કેબિનમાં મહિલા બુટલેગરો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇને બેઠી છે. અને ટ્રક કીમ ચોકડી નજીકથી પસાર થઈ રહી છે, ત્યારે પોલીસે કીમ ચોકડી ખાતે ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતાં પકડાઈ જવાના ડરે ચાલકે ટ્રકને વધુ સ્પીડથી હાઇવે પર દોડાવતાં અને દારૂ લઈને ટ્રક નીકળી નહીં જાય એ માટે પોલીસે પણ ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કરતાં હાઇવે પર ફિલ્મી દૃશ્યો ખડા થયાં હતાં. આખરે પોલીસે પીપોદરા નજીક ટ્રકને ઓવરટેક કરી પકડી પાડી હતી અને ટ્રકમાંથી ₹40,000નો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે મહિલા બુટલેગર અને ટ્રકચાલકની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસને જોઈને ટ્રકની કેબિનમાંથી ઊતરીને બે મહિલા બુટલેગર ફરાર થઈ ગઈ હતી. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉદવાડા-ઓરવાડ હાઇવે પર થેલામાં 530 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો
પારડી : પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમી ના આધારે પારડીના ઉદવાડા ઓરવાડ નેહાનં. 48 હોટેલ શિવદર્શન સામે એક ઈસમને થેલામાં દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. વાપીથી સુરત તરફ જતા રોડ ઉપર થેલામાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જતા વાહનોને રોકવા માટે ઈશારો કરતા ઈસમની પોલીસે તપાસ કરતા થેલામાંથી દારૂની બોટલ નંગ 530 જેની કિં.રૂ.28,000, મોબાઈલ સહિત કુલ રૂ.30,000 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આરોપી મયુર વિનોદભાઈ માહલા (રહે. ચીખલી)ને ઝડપી પાડ્યો હતો. તેમજ આરતી (રહે.નવસારી)ને પોલીસે વોન્ટેડ બતાવી પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top