Gujarat

અમદાવાદ: શાળા શરૂ કરવા શિક્ષણમંત્રીનું પૂતળું બળાયું, બેસણાના કાર્યક્રમમાં આવી પડી પોલીસ અને..

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા 4 જુલાઇએ ધોરણ 6 થી 8 ના વર્ગો (Class) શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંગેનો પત્ર સોશિયલ મીડિયા (Social Media) દ્વારા તે જ દિવસે ગામના લોકો સુધી પહોંચી ચુક્યો હતો. જો કે ઓફિશ્યલ રીતે આ પત્ર હજુ સુધી પહોંચ્યો નથી. ગમાનપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળા અધિકારીક પત્રની રાહ જોઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ ગમાનપુરા પ્રાથમિક શાળાને દોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા અંગેનો પત્ર હજુ સુધી મળ્યો નથી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ પત્ર હાલ સરકારી કચેરીમાં અટકેલો છે. આ પત્ર જ્યાં સુધી નહી આવે ત્યાં સુધી શાળા કોઈ પણ કામગીરી આગળ ઘપાવી શકે તેમ નથી. જેના કારણે કે ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું પૂતળુ તૈયાર કરવામાં આવ્યું હતું

સામાન્ય રીતે શાળા શરૂ કરવાનો પત્ર ન મળવાના નિર્ણયના અભાવે શાળાની કામગીરી અટવાઇ પડી છે, જો કે અહીં અધિકારી દ્વારા તત્પરતાથી કામગીરી શરૂ કરી દેવાઇ હતી. હાલ તો શાળાના આચાર્યથી માંડીને ગામ લોકો પત્રની રાહ જોઇ રહ્યા છે. જેના કારણે હાલ સેંકડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે આ સાથે શાળાનું શિક્ષણકાર્ય પણ અટક્યું છે. આ સાથે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે શાળાનું શૈક્ષણિક કાર્ય છેલ્લાં દસેક દિવસથી અટક્યું છે. આખરે સરકારી કામગીરીથી કંટાળેલા લોકોએ વિરોધ શરૂ કરતા અધિકારીઓને પોતાની જવાબદારીનો અહેસાસ થયો હતો.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું પૂતળુ તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ તેનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળાનું દહન કર્યા પછી ગ્રામજનો દ્વારા શિક્ષણમંત્રીનું બેસણુ રાખવા અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવી રહી હતી. આ કારણસર ગમાનપુરામાં મોટા પ્રમાણમાં પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટનાના પગલે તત્કાલ ડીપીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ગામજનો સાથે વાતચીત કરીને મામલો શાંત પાડ્યો હતો. જો કે લેખિત હૂકમ ન થાય ત્યાં સુધી ગ્રામજનો દ્વારા પોતાનું આંદોલન યથાવત્ત રાખવામાં આવશે. જે દિવસે નિર્ણય લાગુ પડશે ત્યારથી આંદોલનનો અંત આવી જશે.

Most Popular

To Top