National

રાજ બબ્બરે 26 વર્ષ પહેલા કરેલી મારપીટ મામલે કોર્ટે 2 વર્ષની સજા ફટકારી

નવી દિલ્હી: લખનઉની સાંસદ-ધારાસભ્ય કોર્ટે અભિનેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા સંભળાવી છે. સાથે તેમને 8500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. રાજ બબ્બરે 26 વર્ષ પહેલા 2 મે, 1996ના રોજ લખનઉના વજીરગંજમાં ચૂંટણી અધિકારી સાથે મારપીટ કરી હતી જેની સામે કેસ નોંઘવામાં આવ્યો હતો. ગુરુવારે આ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. તે સમયે રાજ બબ્બર લખનઉથી સપાના ઉમેદવાર હતા. જો કે આ કેસમાં તેમને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા છે.

  • અભિનેતા રાજ બબ્બરને કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી છે
  • આ નિર્ણય 26 વર્ષ પહેલા ચૂંટણી અધિકારી પર હુમલાના કેસમાં આવ્યો હતો
  • આ અંગે લખનૌના વજીરગંજ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવામાં આવ્યો હતો
  • જેલની સજા થયાના થોડા જ સમયમાં તેઓના રૂ. 20,000ના બે જામીન અને વ્યક્તિગત બોન્ડ મંજૂર કરવામાં આવ્યા

કોર્ટના જણાવ્યા અનુસાર, આ કેસનો રિપોર્ટ 2 મે, 1996ના રોજ વજીરગંજ પોલીસ સ્ટેશનમાં સપાના ઉમેદવારો રાજ બબ્બર અને અરવિંદ યાદવ ઉપરાંત અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. આ અહેવાલ ચૂંટણી અધિકારી શ્રી કૃષ્ણસિંહ રાણા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે મતદારોએ પોલિંગ સ્ટેશન નંબર 192/103ના બૂથ નંબર 192 પર આવવાનું બંધ કરી દીધું, ત્યારે તે પોલિંગ સ્ટેશનની બહાર ભોજન લેવા જઈ જઈ રહ્યા હતા ત્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજ બબ્બર પોતાના સાથીઓ સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને બોગસ મતદાનનો ખોટો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેઓએ ચૂંટણી અધિકારીઓ શ્રી કૃષ્ણ સિંહ રાણા અને શિવ કુમાર સિંહને માર માર્યો હતો.

પોલિંગ સ્ટેશનના બૂથ નંબર 191 પર તૈનાત પોલિંગ ઓફિસર મનોજ કુમાર શ્રીવાસ્તવે પોલીસ અને અન્ય લોકોએ દરમિયાનગીરી કરી હતી. રાજ બબ્બર પર હુમલામાં સામેલ બીજા આરોપી અરવિંદ યાદવનું મૃત્યુ ત્યારે જ થયું જ્યારે મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો. સુનાવણી દરમિયાન, શ્રી કૃષ્ણ સિંહ રાણા, શિવ કુમાર સિંહ, મનોજ શ્રીવાસ્તવ ઉપરાંત અન્ય બે સાક્ષીઓએ કેસ વિશે જુબાની આપી છે. મળતી માહિતી મુજબ જેલની સજા થયાના થોડા જ સમયમાં તેઓના રૂ. 20,000ના બે જામીન અને વ્યક્તિગત બોન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top