Gujarat

કેજરીવાલને ઘરે જમાડનાર અમદાવાદનો રિક્ષાવાળો નીકળ્યો મોદીનો ‘જબરા ફેન’

અમદાવાદ(Ahmedabad): ગુજરાત(Gujarat)નાં રાજકારણ(Politics) ક્યારે શું થાય તે કઈ કહી શકાય નહિ. થોડા દિવસ અગાઉ જે રીક્ષા ચાલક(Auto Driver)નાં ઘરે દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) જમવા ગયા હતા તે જ રીક્ષા ચાલક વડાપ્રધાન મોદીની સભામાં જોવા મળ્યો હતો. રીક્ષા ચાલક વિક્રમ દંતાણી(Vikram Dantani) આજે ભાજપ(BJP)ની ટોપી અને ભાજપનો ખેસ પહેરીને જાહેરસભામાં વડાપ્રધાનને સાંભળવા માટે આવ્યો હતો. વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું તો ભાજપ સાથે જોડાયેલો છે. આમ આદમી પાર્ટી(AAP) સાથે હું જોડાયેલો નથી.

વોટ નાખતા શીખ્યો ત્યારથી જ ભાજપને વોટ આપું છું: વિક્રમ દંતાણી
વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈ મહેમાન આવે તો તેઓને જમાડવામાં આવે છે. એ પરંપરા પ્રમાણે મેં તેઓને જમવાનું આમંત્રણ આપ્યું હતું. હું યુનિયનની સભામાં ગયો ત્યારે મેં અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. આમ આદમી પાર્ટી સાથે હું જોડાયેલો નથી. પ્રોટોકોલ તોડીને તેઓ મારી સાથે રીક્ષામાં આવ્યા હતા.હું પહેલાંથી જ ભાજપ માટે જ કામ કરૂં છું. હું જ્યારથી વોટ નાખતા શીખ્યો છું ત્યારથી જ ભાજપને વોટ આપું છું. અમારી આખી સોસાયટી ભાજપને જ મત આપે છે.

રીક્ષા ચાલકો સાથે અરવિંદ કેજરીવાલે કરી હતી વાતચીત
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓટો ડ્રાઈવરો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ તેઓને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. જેથી કેજરીવાલ તેઓના ઘરે જમવા ગયા હતા. અરવિંદ કેજરીવાલ સાથે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પણ જમવા આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ રીક્ષામાં બેસીને જમવા જતા ગુજરાત પોલીસે સુરક્ષાનું કારણ આપીને ઓટોમાં જતા અટકાવ્યા હતા, ત્યારે જ કેજરીવાલ અને ગુજરાત પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

પંજાબનાં રીક્ષા ચાલકનો વિડીયો જોઈ આમંત્રણ આપ્યું હતું
રીક્ષા ચાલકે જણાવ્યું હતું કે અમારા ઓટોરિક્ષા ડ્રાઇવર એસોસિયેશનની મીટિંગ હતી અને એમાં અરવિંદ કેજરીવાલના રિક્ષાચાલકો સાથેના સંવાદમાં અમારે જવાનું હતું. પહેલા અમને ખ્યાલ નહોતો કે અરવિંદ કેજરીવાલ ત્યાં આવવાના છે, પરંતુ હું ત્યાં ગયો ત્યારે અરવિંદ કેજરીવાલ ત્યાં આવ્યા હતા. મેં પંજાબનો એક વીડિયો જોયો હતો, જેમાં તેઓ રિક્ષા-ડ્રાઇવરના ઘરે જમવા ગયા હતા, જેથી મને પણ મનમાં લાગ્યું કે હું આમંત્રણ આપું, જેથી મેં તેમને આમંત્રણ આપતાં તેઓ મારા આમંત્રણનો સ્વીકાર કરીને ઘરે જમવા માટે આવ્યા હતા.

Most Popular

To Top