National

અફઘાનિસ્તાન : માં એ રડતા રડતા બાળકને કાંટાળા તાર પર ફેંક્યોં, કહ્યું બચાવી લો.. (Video)

કાબુલ : અફઘાનિસ્તાન પર તાલીબાનનો કબજો થયા બાદ દેશમાં ચારે બાજુ ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકો પોતાનો જીવ બચાવવા દરેક શક્ય કોશીશ કરી રહ્યા છે. તાલીબાનના શાસનથી સૌથી વધારે ડર ત્યાંની મહીલાઓમાં જોવા મળી રહ્યો છે. અફઘાની મહિલાઓ પોતાનો અને પોતાના બાળકોનો જીવ બચાવવા માટે જાણે વલખા મારી રહી છે. કાબુલ એરપોર્ટ પર હાલ ભારે ભીડ અને અસમંજસનો માહોલ છે. ત્યાં અફઘાની નાગરીકોને અમેરીકી એન બ્રીટીશ સેનાથી દુર રાખવા માટે કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે.

બે મહિલાઓએ તેઓના બાળકોને કાંટાળી તાર પર ફેંક્યા
એક ઇંગ્લીશ ચેનલના કેમેરામેને જે જણાવ્યું તેનાથી તમારું કાળજુ કાંપી જશે. સમાચાર પ્રમાણે પોતાનો દેશ છોડવા મજબુર અફઘાની મહીલાઓ ગઇકાલે રાત્રે કાંટાળી તાર પર પોતાના વ્હાલસોયા બાળકોને ફેંકી રહી હતી. અને ત્યાં હાજર સૈનિકોને રડતા રડતા કહી રહી હતી કે ”અમારા બાળકોને બચાવી લો, તાલીબાનીઓ આવી ગયા છે” મહિલાઓ ચીસ પાડી કહી રહી હતી કે ”હેલ્પ મી, હેલ્પ મી, તાલીબાન આવી ગયા છે”.

આ દરમ્યાન કેટલાક બાળકો કાંટાદાર તારોમાં ફસાઇ ગયા
આ એક રૂંવાડા ઊભા કરી દેનારી ઘટના છે. આ દરમ્યાન કેટલાક માસુમ બાળકો કાંટાદાર તારોમાં ફસાઇ ગયા હતા. બ્રિટીશ સેનાના અધિકારીએ જે જણાવ્યું હતું એ તમારા રૂંવાડા ઊભા કરી નાંખશે. તેમણે કહ્યું કે ”ત્યા તાર ની બીજી બાજુ એ ઊભેલી મહિલાઓ રડી રડીને પોતાના બાળકો ને કાંટાદાર તારની પાર ફેંકી રહી હતી અને પેલે પારના સૈનિકોને પકડવાની વિંનતી અને આજીજી કરી રહી હતી. એ ખૂબ જ ડરામણું હતું, કેટલાક બાળકો તો લોહીથી લથપત થઇ ગયા હતા.” અમે એક જવાબદાર મીડીયા તરીકે તમને અહીંયા પુરો વીડીયો નહીં બતાવી શકીએ.

તમને જણાવી દઇએ કે તાલીબાને કહ્યું હતુ કે તે અફઘાનિસ્તામાં ખુલ્લી અને સમાવેશી ઇસ્લામી સરકાર ચાહે છે. કોઇકે ગભરાવવાની જરૂર નથી અને અમે શરીયા કાયદા મુજબ મહિલાઓ અને અલ્પસંખ્યકોના અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમ્માન કરીશું.

‘મેં મારા દેશના લોકોને લોહિયાળ યુદ્ધથી બચાવ્યા છે’
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. આવી સ્થિતિમાં લોકો તેને ભાગેડુ કહીને તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. ત્રણ દિવસ પછી, અશરફ ગનીની ગઈકાલે યુએઈમાં હોવાની પુષ્ટિ થઈ અને સાંજે તે પહેલી વખત વિશ્વ સમક્ષ હાજર થયા અને કહ્યું કે ‘મેં મારા દેશના લોકોને લોહિયાળ યુદ્ધથી બચાવ્યા છે. મેં સુરક્ષા અધિકારીઓની સલાહ બાદ દેશ છોડી દીધો છે કારણ કે કંઇક અજુગતું થઇ શકે છે, ભાગેડુઓ મારા વિશે જાણતા નથી, હું શાંતિથી સત્તા સોંપવા માંગતો હતો. હું અફઘાનિસ્તાન પાછો આવીશ અને મારા દેશવાસીઓને ન્યાય અપાવીશ.’

શરિયા કાયદો શું છે?
શરિયા મુસ્લિમ સમુદાયમાં રહેવાના નિયમોનો સમૂહ છે, જેમાં સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક સમાજો સંગઠીત રીતે કાર્ય કરે છે. સાતમી સદી પહેલા અરબમાં આદિવાસી સમાજ હતો. પરંતુ જ્યારે ઇસ્લામની સ્થાપના થઇ ત્યારે આદિવાસી સમાજે પણ ઇસ્લામના નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું, આશરે એવું કહી શકાય કે કુરાનમાં ઉલ્લેખિત વિધિઓને શરિયા કહેવામાં આવે છે, જે મુસ્લિમના આર્થિક, વ્યવહારુ, સાંસ્કૃતિક જીવનના નિયમો બનાવે છે. આ નિયમો ખૂબ જ કડક હોય છે.

Most Popular

To Top