Madhya Gujarat

ઉમરેઠ પંથકમાં આકાશમાંથી ગોળા પડતાં અફડા તફડી

ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામમાં ખેતરાળુ વિસ્તારમાં ગુરૂવારની બપોરે એકાએક ધડાકા સાથે આકાશમાંથી ગોળા પડ્યાં હતાં. ફૂટબોલથી થોડા મોટા કદના અને ધાતુના બનેલા આ ગોળો જમીન પર પડતા મોટો અવાજ થયો હતો. જેનાથી આસપાસના ગ્રામજનો કુતૂહલવશ દોડી આવ્યાં હતાં. જોકે, આવા પદાર્થ ખાનકુવા ઉપરાંત દાગજીપુરા, શીલી ગામમાં પણ પડ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પદાર્થો અંગે તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top