SURAT

ઉકાઈ ડેમના તંત્ર તરફથી એવો લેટર રીલીઝ થયો જેણે સુરતીઓના શ્વાસ અદ્ધર કરી દીધા

સુરત: હાલમાં સુરત(Surat) શહેર સહિત સમગ્ર રાજયમાં વરસાદે(Rain) વિરામ લીધો છે. આ અગાઉ પડેલા વરસાદે તારાજી સર્જી હતી. અનેક શહેરોમાં પુર(Flood) આવ્યું હતું. જન જીવન પણ વિખરાઈ ગયું હતું. જો કે છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરસાદના વિરામ વચ્ચે ઉકાઈ ડેમ(Ukai dem) તંત્ર દ્વારા રીલીઝ કરવામાં આવેલા એક લેટરે(Letter) લોકોઆ શ્વાસ અદ્ધર કરી દીધા હતા. ઉકાઈ ડેમની હાલની સપાટી 334.78 ફૂટ છે અને રૂલ લેવલ 335 ફૂટ છે. ઉકાઈમાં ઇનફલો અને આઉટફલો 23464 કયુસેક છે. હાલમાં ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે. આ ઉપરાંત કેચમેન્ટ એરીયામાં પણ સમાન્ય વરસાદ નોંધાયો છે. આ વચ્ચે ઉકાઈ ડેમમાંથી 75 હજાર કયુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો પરીપત્ર સુરત કલેકટરને મોકલવામાં આવ્યો હતો જેના પગલે સુરતનું તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું.

એકાએક નિર્ણય મૌફૂક રાખવામાં આવ્યો
જો કે ત્યારબાદ આ પાણી છોડવાનો નિર્ણય મૌફૂક રાખવામાં આવ્યો છે. જો કે એકાએક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એકાએક મૌફૂક પણ કરી દેવામાં આવતા બાબતે ઉકાઈ તંત્રે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદનાં કારણે ઉકાઈ ડેમમાં ઇનફલો વધતા પાણી છોડવાની નિર્ણય લેવામાં આવ્યો હતો. સવારે 8 વાગ્યે ઇનફલો 37880 કયુસેક થતા ઉકાઈ તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ ઇનફલો ઘટતા પાણી છોડવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ બાદ જો કોઈ આદેશ આપવામાં આવશે તો ફરી પાણી છોડવામાં આવશે. હાલમાં ઉપરવાસમાં કોઈ વરસાદ નોંધાયો નથી. તેમજ ઉકાઈનાં કેચમેન્ટ એરીયામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે.

હાલમાં સુરતમાં વરસાદની સ્થિતિ
સુરત શહેરમાં પણ રાત્રી સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાત્રે સમયે સૌથી વધુ વરસાદ વરાછા બી ઝોનમાં અઢી ઈંચ નોંધાયો છે અને અઠવા ઝોનમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેરનાં વિવિધ ઝોન પ્રમાણે રાત્ર પડેલા વરસાદમાં સેન્ટ્રલ ઝોનમાં 54 મીમી, રાંદેર ઝોનમાં 29, કતારગામ ઝોનમાં 48, વરાછા એ ઝોનમાં 33, બી ઝોનમાં 63, લિંબાયત ઝોનમાં 44, અઠવા ઝોનમાં 52 અને ઉધના ઝોનમાં 06 મીમી વરસાદ નોંધાયો છે. સુરતમાં ગઈકાલથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ઉનાળા જેવા આકરા તાપમાં ઠંડક વ્યાપી જવા પામી છે.

Most Popular

To Top