ભારતીય ક્રિકેટ અને ક્રિકેટ રસિકો માટે આજથી 40 વર્ષ પહેલાનો તા. 10/6/1986 નો દિવસ ઇતિહાસ સર્જનારો રહ્યો.જ્યારે ભારતે તેના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર શ્રેણીની પહેલી ટેસ્ટ પાંચ વિકેટે લોર્ડસના ઐતિહાસિક અને ક્રિકેટના વડામથક લોર્ડસના મેદાન પર ઇંગ્લેન્ડને હરાવીને જીત મેળવી.ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યુ હતુ.ઇંગ્લેન્ડે તેના પહેલા દાવમાં ગ્રેહામ ગુચની સદી ( 114 ) સાથે 294 રન કર્યા હતા.ચેતન શર્માએ 64 રનમાં પાંચ વિકેટ લીધી હતી.જવાબમાં ભારતે તેની પહેલી ઇનિંગ્સમાં મધ્યમ ક્રમના બેટ્સમેન દિલીપ વેંગસરકારની સદી ( 124 ) સાથે 341 રન કર્યાં.અમરનાથે 69 રન કર્યા હતા. 47 રનના દેવા સાથે બીજા દાવમાં રમવા ઉતરેલી ઇંગ્લેન્ડની આખી ટીમ 180 માં ખખડી ગઈ.
ભારતે 134 રનનો લક્ષ્યાંક પાંચ વિકેટ ગુમાવીને પૂરો કરતા ભારતને લોર્ડ્સ પર પહેલી ઐતિહાસિક જીત મળી.એક તબક્કે ભારતના ચાર બેટ્સમેન 71 રનમાં આઉટ થયા હતા અને 110 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.પણ કેપ્ટન કપિલ દેવે જુદા જ આક્રમક અંદાજમાં 10 બોલમાં 23 રન અને એક ગગનચુંબી સિક્સર સાથે વિજયી ફટકો લગાવી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. તા.10 જૂન 2026ના રોજ એ વાતને 40 વર્ષ પૂરા થાય છે છતાં ક્રિકેટ રસિક પ્રજાના માનસપટ પર છવાયેલી છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.