Charchapatra

કર ભલા હોગા ભલા, આપ ભલા તો જગ ભલા

આ જીવનમાં દરેક વ્યક્તિ પોતાનું ભલું થાય એવું ઈચ્છે છે અને તે માટે પૂરતી મહેનત પણ કરે છે. સવારથી રાત્રી સુધી વિવિધ જાતનો પુરુષાર્થ કરે છે. મોટે ભાગે પુરુષો દુકાન, ઓફીસ અને જોબ દ્વારા પૈસા કમાવાનો પુરુષાર્થ કરે છે. આજકાલ ઘણી બહેનો પણ રૂપિયા માટે ઘણા કલાકની જોબ કરે છે.  કમાણીના આ બધા રૂપિયા પ્રાપ્ત કર્યા પછી રોજિંદા જીવનવ્યવહારમાં, ઘરખર્ચમાં મોટે ભાગે વપરાઈ છે.

જીવનજરૂરી વસ્તુ લાવીને પરિવારની ભલાઈ માટે રૂપિયા વપરાય છે. જરૂર કરતાં વધુ પૈસા આવે તો ભવિષ્યમાં પોતાની ભલાઈ માટે કામ આવશે, એમ કરીને પરિવારના નામે બચત કરે છે. બેંકમાં એફ.ડી. મૂકે છે. પોસ્ટમાં રોકાણ કરે છે. કોઈકને વ્યાજે આપે છે વિગેરે.  પણ દવાની સાથે પણ  જૈન શાસ્ત્રકારો, હિંદુ સંતો અને અન્ય ધર્મમાં પણ ભલાઈની વિશેષ વ્યાખ્યા કરતાં કહ્યું છે કે પોતાના તન, મન અને ધનથી નાની મોટી બીજાની ભલાઈ કરવી જોઈએ તો એ ભલાઈના આશીર્વાદ અને દુઆથી આપનારનું દાતારનું અચૂક ભલું થાય છે.

પૈસાદારો ધર્મમાં, માનવતામાં, સંસ્થામાં, ગુરુદેવો માટે મંદિર વિ.માં મોટા દાન કરે છે. ભલું કામ કરે છે, જ્યારે સામાન્ય માણસ પણ ભિક્ષુક ભોજન, પુસ્તક સહાય, હોસ્પિટલ ફ્રુટ વિતરણ, અનાથાશ્રમ મદદ, નારીસહાય, વસ્ત્રદાન, ઘર, દવાકીય મદદ આદિ દ્વારા નાની મોટી ભલાઈનાં કામ કરી પોતાનું ભલું થવાના આશીર્વાદ મેળવી લે છે.  તેથી પ્રભુ કહે છે કે તું ભલું બીજાનું કરશે, તો બદલામાં તારું અચૂક ભલું થશે. તું પોતે ભલો થશે તો જગત તારી સાથે ભલાઈથી વર્તશે. ગમ્મતમાં કહીએ તો ભલાઈ આપશે તને જીવનમાં લાભની મલાઈ.

સુરત – દીપકભાઈ મો. ટાંકલવાલાઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top