Charchapatra

વસ્તી વિસ્ફોટ

આ કોઈ નવી વાત તો છે નહીં કે ઓછામાં ઓછું એક વાતમાં તો આપણે દુનિયામાં નંબર વન પર છીએ.એકસો પચાસ કરોડથી વધુની વસ્તી.પૃથ્વી ભાર અને બોજો વધતો જ જાય છે.લગભગ મનુષ્ય અને માનવજાતની તમામ સમસ્યાઓ માટે આ વસ્તી વિસ્ફોટ એ પરમાણુ બૉમ્બના વિસ્ફોટથી પણ વધુ ખતરનાક છે. વાત કડવી છે પણ અસરકારક છે. જેમ કોઈ પણ વસ્તુનો જથ્થો ખૂબ જ વધારે હોય તેમ તેની ગુણવત્તા બગડતી જાય છે.એ આપણી સામે જ છે કે આટલી બધી માનવવસ્તીને કારણે આજે માનવતા સાવ મરી પરવારી છે.ફ્કત મા બાપ બની જવું એ વ્યકિત બનવું નથી.

કદાચ આજે દુનિયામાં સૌથી વધુ શીખવવા જેવી બાબત હોય તો એ જ છે કે કેવાં મા બાપ બનવું.ઘણી વાર સાવ નકામાં લોકોની બેદરકારી, બિનકાળજી કે કુબુદ્ધિએ ખરેખર ખૂબ લાયક અને સારા વ્યકિતનો જીવ લઈ લે એવી ઘટનાઓ સામે આવતી રહે છે.હજુ આ બાબત પર વિચાર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં માણસ કરતાં પશુ ઘણી બાબતોમાં સારાં પુરવાર થાય તો નવાઈ નથી.આમ પણ હવા,પાણી,ખોરાક કંઈ પણ શુદ્ધ રહ્યું નથી.આવામાં નવાં આવનારાં બાળકો માટે ગંભીર સમસ્યાઓ સામે ઊભી છે.ધર્મના ઠેકેદાર કે નેતાઓની વાતમાં આવી પોતાની અને માનવજાત માટે નવી મુસીબત ઉત્પન્ન ન કરો.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top