Gujarat

FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે: અમદાવાદ બન્યું રોકાણનું પાવરહાઉસ, ૯ મહિનામાં ₹૪૪,૦૪૧ કરોડનું રોકાણ

ગાંધીનગર,
ગુજરાત વિદેશી રોકાણ આકર્ષવામાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યું છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) ના તાજેતરના આંકડા મુજબ, FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું છે.રાજ્યમાં આવેલા કુલ વિદેશી રોકાણમાં એકલા અમદાવાદ જિલ્લાનું વર્ચસ્વ જોવા મળ્યું છે. એપ્રિલ-૨૦૨૫ થી ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાનના નવ મહિનામાં રાજ્યએ કુલ ₹૪૪,૦૪૧ કરોડનું રોકાણ આકર્ષ્યું છે, જેમાંથી અંદાજે ૫૨ ટકા હિસ્સો માત્ર અમદાવાદનો છે. ખાસ કરીને ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૫ ના ત્રણ મહિનામાં જ અમદાવાદમાં ₹૨૩,૬૯૯ કરોડનું રોકાણ આવ્યું છે.

રાજ્યની રાજધાની ગાંધીનગર પણ રોકાણ ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે, જ્યાં ₹૫૯૦ કરોડનું વિદેશી મૂડીરોકાણ નોંધાયું છે. ગિફ્ટ સિટી (GIFT City) વિદેશી રોકાણકારો માટે હોટસ્પોટ સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત ખેડા, કચ્છ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા જેવા જિલ્લાઓમાં પણ વિદેશી મૂડીનો પ્રવાહ વહ્યો છે.

લાંબા ગાળાના આંકડાઓ પર નજર કરીએ તો, એપ્રિલ-૨૦૦૦ થી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં ગુજરાતે કુલ ₹૩,૯૧,૬૧૩ કરોડનું વિદેશી રોકાણ મેળવ્યું છે. આ આંકડો દેશના કુલ FDI પ્રવાહના આશરે ૧૫ ટકા જેટલો થવા જાય છે. ધોલેરા SIR જેવા મેગા પ્રોજેક્ટ્સ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ સફળતાના પાયામાં રહ્યા છે. ગુજરાત હાલમાં સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ડેટા સેન્ટર અને ફાર્મા જેવા ભાવિ ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું છે. રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ નીતિઓ અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ને કારણે ગુજરાત આગામી સમયમાં FDI માં પ્રથમ ક્રમે પહોંચવા મજબૂત દાવેદારી કરી રહ્યું છે. આ વધતા રોકાણથી રોજગારીની નવી તકો સર્જાશે અને ગુજરાત “વિકસિત ભારત” ના લક્ષ્યમાં મહત્વનું પ્રદાન કરશે. વધતા વિદેશી રોકાણના કારણે રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે અર્થતંત્રને વધુ મજબૂતી મળશે અને “વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગત્યની ભૂમિકા ભજવશે.

Most Popular

To Top