Vadodara

રાજમહેલ રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

વડોદરામાં એક તરફ પાણીનો કકળાટ છે, ત્યારે રાજમહેલ રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં પાણીનો વેડફાટ

કામગીરીમાં લાલિયાવાડી ચલાવતા અધિકારીઓ સામે કડક પગલાં ભરવા માંગ

વડોદરા શહેરમાં એક તરફ લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાણીની લાઇનીમાં લીકેજ થવાના કારણે પાણીનો વેડફાટ થતો એવી ફરિયદો અનેક વિસ્તાર માંથી મળે છે. નોધનીય બાબત એ છે કે, અનેક વિસ્તાર માંથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ ના કારણે હજારો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી જાય છે પરંતુ પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓ નું પેટનું પાણી નથી હાલતું. રાજમહેલ રોડ પર આવેલ મરી માતાના ખાચા પાસે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની લાઈન માં ભંગાણ થયું છે અને સ્થાનિકો એ અનેકવાર ફરિયાદો કરી છે છતાં તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ન ધરાતા હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળી ગટરમાં ભળી રહ્યું છે.

વિસ્તારનાં રહીશો નું કેહવુ છે કે પીવાના પાણીની લાઈનમાં છાશવારે સર્જાતા ભંગાણ એક સામાન્ય બાબત બની ગઇ છે. આ ભંગાણના કારણે હજારો ગેલન પાણી વેડફાટ થવાની સાથે તેનો સમારકામનો ખર્ચ પણ થતો હોય છે, ત્યારે આવી ઘટનાઓનુ પુનરાવર્તન ન થાય અને જ્યારે લાઇન લીકેજ થાય ત્યારે યુદ્ધના ધોરણે સમારકામ કરી પાણી બચાવવામાં આવે તેવી લાગણી અને માગણી કરી છે. તે સાથે તેઓએ આવી કામગીરીમાં લાલિયાવાડી ચલાવતા અધિકારીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.

Most Popular

To Top