અટલાદરા ટાંકી ખાતે નવી નાંખવામાં આવેલ 24 ઇંચ ડાયામીટરની ડીલીવરી લાઈનની જોડાણની કામગીરી સોમવારે હાથ ધરવામાં આવી હતી. જેના કારણે આ ટાંકી હેઠળના ઘણા વિસ્તારોમાં સાંજે પાણીની તકલીફ ઊભી થઈ હતી.
સોમવારે સવારના પાણી વિતરણ બાદ શરૂ થયેલી કામગીરી સોમવાર રાત સુધી ચાલી હતી . આ કામગીરીને લીધે કલાલી ગામ, ચાણક્ય નગર , વેસેન્ઝા , રામનગર, ગોકુળનગર, ખોડીયારનગર, વણકરવાસ, અટલાદરા ગામ, તેમજ આસપાસનો વિસ્તાર, ગુણાતીત ધામ સોસાયટી, સાંડેસરા રોડ પરની તમામ સોસાયટી, લાભ રેસીડન્સી, નિલકંઠ રેસીડન્સી, વિક્રમા બંગ્લોઝ, માધવનગર વુડાના મકાનો, કૃષ્ણ દર્શન સોસાયટી, પ્રમુખ આનંદ સોસાયટી, રાજસુર્યા સોસાયટી, હરીઓમ નગર, દિપ દર્શન સોસાયટી-૧, ૨, ૩, યોગી રેસીડન્સી વગેરે વિસ્તારમાં સોમવારે સાંજનું પાણી વિતરણ કરવામાં આવ્યું ન હતું. તા.૨૯ને મંગળવારના રોજ સવારના સમયનું પાણી હળવા દબાણથી, ઓછા સમય માટે તથા મોડેથી પાણી આપવની શક્યતા હોય મંગળવારથી રાબેતા મુજબ પાણી અટલાદરા , કલાલી ના રેહવસીઓ ને મળશે.