Vadodara

વડોદરા : ભાજપ કોર્પોરેટરના પુત્ર સહિતનું 5 યુવકોનું સગીરા પર દુષ્કર્મ

164 મુજબનું નિવેદન લીધા દુષ્કર્મની એફઆઇઆરમાં અન્ય ચાર નામ ઉમેરાશે,

પ્રતિનિધિ વડોદરા તા.16

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ ચાર વર્ષ પહેલા નોંધાવેલી બીભત્સ ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે યુવતી પૂર્વ પ્રેમી અને ભાજપ કોર્પોરેટરના પુત્ર સહિતના પાંચ લોકોએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ કરી રહી છે. જેથી પોલીસે તેની ફરિયાદના આધારે કેટલાક નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આગામી દિવસોમાં યુવતીને 164નું નિવેદન લીધા બાદ દુષ્કર્મની ફરિયાદમાં કોર્પોરેટરના પુત્ર સહિતના ચાર જણાના નામ ઉમેરાશે. ચાર વર્ષ પહેલા યુવતીના બીભત્સ ફોટા તથા વીડિયો વાઇરલ કરવાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ત્યારે હવે યુવતીએ તેના પૂર્વ પ્રેમી અને ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિતના પાંચ લોકો વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ કરી રહી છે. જેથી પોલીસ દ્વારા યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી કેટલાક લોકોના નિવેદના લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આગામી દિવસોમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત પાંચ આરોપીઓના દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદમાં નામ ઉમેરાશે ? વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતી પર ચાર વર્ષે અગાઉ તેના મિત્ર આર્યન પટેલ સાથે પ્રેમ સંબંધ હતો. જેથી તેઓ બંને એકબીજા સાથે બહાર હરતા ફરતા હતા. દરમિયાન આર્યન ફરવા માટે બહાર લઇ ગયો હતો ત્યારે યુવતીને જે તે સમયે યુવતી સગીર હતી ત્યારે ન્યૂડ ફોટા પાડી તથા વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ તે ફોટા અને વીડિયો વાઇરલ કર્યા હોવાની ફરિયાદ આર્યન પટેલ વિરુદ્ધ નોંધાઇ હતી. ત્યારરબાદ હવે 6 આક્ટોબરના રોજ યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમા ફરી ફરિયાદ નોંધાવી છે કે આર્યન પટેલ અને કોર્પોરેટરના પુત્ર સહિતના પાંચ યુવકોએ તેના ન્યૂડ ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ત્રણ આરોપીઓએ તેના પર બળજબરી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી મકરપુરા પોલીસે યુવતીને ફરિયાદના આધારે ગુનો નોધી સગીરા પર દુષ્કર્મ ગુજારનાર યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જેથી પોલીસ દ્વારા ભોગ બનનાર યુવતીને મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top