Vadodara

વડોદરા : ડભોઇમાં દારૂડીયા સાવકા પિતાએ ઘરમા જ દીકરી પર જ દુષ્કર્મ ગુજાર્યું

માતા કામ પર અને અન્ય બાળક શાળાએ ગયા ત્યારે નરાધમે કુકર્મ કર્યું

ડભોઇ વિસ્તારમાં પિતા પુત્રીના સંબંધીને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કામ ધંધો નહી કરી નશામાં ધૂત રહેતા સાવકા પિતાએ ઘરમા એકલી દીકરી પર દાનત બગાડી હતી અને તેને મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી માતાએ ડીએસપી કચેરીમાં રજુઆત કરતા ડભોઇ પોલીસે ફરીયાદ નોંધવાની ફરજ પડી હતી અને દુષ્કર્મી સાવકા પિતાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. ડભોઇ વિસ્તારમાં રહેતી મહિલાના સંતાનમાં ત્રણ બાળકો હતા. જેમાં પતિના અવસાન બાદ મહિલા પોતાના સંતાનો સાથે તેમના ભાઇના ઘરે રહેતી હતી. દરમિયાન તેમના વિસ્તારમાં જ લાલાભાઇ નામના શખ્સની પત્ની પણ મરણ પામી હોય તેઓ માતા સાથે એક શખ્સ રહેવા લાગ્યો હતો. છેલ્લા સાત વર્ષથી સાવકા પતિ સાથે રહેતી શ્રમજીવી મહીલા ડભોઇથી વડોદરા લોકોના ઘર કામ કરી પોતાનુ અને સંતાનોનુ ગુજરાન ચલાવી રહી છે. જ્યારે પિતા દારુમા ચુર થઈ આમ તેમ ભટકી ઘરમા પડ્યો રહેતો હતો. અન્ય બાળકો  સ્કૂલમાં તથા માતા કામ પર જાય ત્યારે સાવકો પિતા મોટી દિકરીને ત્રણેક માસથી ધમકીઓ આપી અવારનવાર પોતાની વાસનાનો શિકાર બનાવી દીકરી પર દુષ્કર્મ ગુજારતો હતો. ત્રણ દિવસ અગાઉ પણ બપોરે ઘરમા ખાટલાપર સુઇ રહેલા 19 વર્ષીય દિકરી પર દાનત બગાડી બળજબરી કરી પોતાની હવસ સંતોષી હતી. બપોરના સમયે માતા કામ પરથી ઘર પરત ફરી હતી ત્યારે માતા સામે દિકરી રડવા લાગી હતી. જેથી માતાએ દીકરીની પુછપરછ કરતા સાવકા પિતાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. માતાએ પોલીસ સ્ટેશનમા જઈ ફરીયાદ માટે રજુઆત કરી હતી. પરંતુ ડભોઇ પોલીસ દ્વારા ફરીયાદ નોંધી ન હતી.  જેથી મહિલાએ જીલ્લા પોલીસ વડાની કચેરીમા રજૂઆત કરતા ડભોઇ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી સાવકા પિતાને ઝડપી પાડવા તજવીજ શરૂ  કરી છે.

Most Popular

To Top