National

બદાયૂ UP: રાષ્ટ્રીય મહિલા આયોગના અધિકારી પીડિતાના પરિવારને મળવા પહોંચ્યા અને…

લખનઉ (Lucknow): ઉત્તરપ્રદેશના બદાયુમાં (Budaun, UP) મંદિરમાં દર્શન કરવા ગયેલી 50 વર્ષીય મહિલા પર મંદિરના પૂજારી, તેના શિષ્ય અને એક ડ્રાઇવર દ્વારા જે ગેંગરેપ અને ત્યારબાદ તેની હત્યાનો કિસ્સો બન્યો તેનાથી આખો દેશ રોષે ભરાયો છે. રાષ્ટ્રીય મહિલા આયોગના (National Commission for Women -NCW) સભ્ય – ચંદ્રમુખી દેવી ગુરુવારે બદાયૂ પહોંચ્યા હતા. પીડિતાના પરિવાર પાસે જવા પહેલા તે સ્થાનિક SSPને મળ્યા હતા. તેમને મળી આ કેસ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓ પરિવારને મળવા ગયા હતા.

મહિલાના પરિવારજનોને મળીને “રાષ્ટ્રીય મહિલા આયોગ”ના સભ્ય – ચંદ્રમુખી દેવીએ કહ્યુ કે, ‘મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શરૂઆતથી જ આવી ઘટનાઓ સામે સખત વિરોધ કરી રહ્યા છે. અમારું માનવું છે કે ગુનેગારોને કોઈપણ કિંમતે બચાવી નહીં શકાય.’.

રાષ્ટ્રીય મહિલા આયોગે બડાઉન બળાત્કારની ઘટના પ્રકાશમાં આવ્યા પછી તુરંત જ આ ઘટનાની નોંધ લીધી છે. પંચના અધ્યક્ષ રેખા શર્માએ બુધવારે કમિશનના સભ્યના બદાયૂ જવા રવાના થયાની માહિતી આપી હતી. આયોગના સભ્ય ચંદ્રમુખી દેવી જોશે કે મહિલા પર બળાત્કારના કેસમાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે કે નહીં. આ સિવાય કેટલા પગલા લેવાયા છે? અને કેવા લેવાયા છે?

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી સહાયકની ગેંગરેપ (Gang rape) પછી હત્યા કરી દેવામાં આવી છે. મહિલાની ઉંમર 50 વર્ષ હતી. પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર ઘણી ગંભીર ઈજા જોવા મળી છે. પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.

પોસ્ટમોર્ટમમાં (postmortem) મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડના સળિયા જેવી કોઈ ભારે વસ્તુ પણ નાખવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ડાબો હાથ, ડાબો પગ, ડાબી સાઈડના ફેફસાં ઉપર પણ વજનદાર વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા જોવા મળી છે. ઘટના ઉત્તરપ્રદેશના ઉધૈતી પોલીસ સ્ટેશનના એક વિસ્તારની છે. મહિલાના દીકરાએ કહ્યુ કે, મહિલા રોજની જેમ રવિવારે સાંજે 5 વાગે પણ નજીકના ગામમાં મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. અહીં મંદિરના પુજારી, તેના એક શિષ્ય અને ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યું. ત્યારપછી મહિલાની હત્યા કરી દેવામાં આવી. મોડી રાતે 11.30 વાગે પુજારી જીપમાં આવ્યો અને દરવાજામાં મહિલાની લાશ નાખીને જતો રહ્યો.

આ કેસમાં મુખ્ય આરોપીને પકડવા CM યોગી આદિત્યનાથે માટે STFને (Special Task Force) આદેશ આપ્યો છે. હવે આ કેસમાં ભાગી છૂટેલા મુખ્ય આરોપી-મંદિરના પૂજારીને જિલ્લા પોલીસની અને STFની ટીમ એક સાથે મળીને શોધશે. સીએમ યોગી આદિત્યનાથે આરોપીઓ સામે NSA (National Security Act-NSA) અંતર્ગત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી ઉપર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top