સિંગવડ તા.૨૯
સિંગવડ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે પટેલ ફળિયામાં સને 2019-20માં પટેલ કમતીબેન તખતસિંહ જેવો વિધવા મહિલા હોય અને તેમના ઘર પાસે 14 માં નાણાપંચમાં એટીવીટીમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં નહોતી આવી જ્યારે આ કામગીરી થઈ ગઈ હોય તેવી વિગત પબ્લિક ઇન્ફોર્મેશન બોર્ડ પર લખવામાં આવતા અને કમતીબેનના પુત્ર તખતભાઈ પટેલ દ્વારા આરસીસી રોડ ત્યાં બનાવવામાં આવેલ નહોતો જ્યારે આ આરસીસી રોડ માટે કમતીબેન વિધવા મહિલા હોય અને તેમનો પુત્ર તખતભાઈ દ્વારા આ કામ માટે વારંવાર સરપંચ તથા તલાટીને રજૂઆત કરવા છતાં આરસીસી રોડ નહોતો બનાવી આપ્યો જ્યારે તખતભાઇ દ્વારા વારંવાર રજૂઆત કર્યા પછી સરપંચ દ્વારા આ રસ્તાની કામગીરી ઓક્ટોબર માસ 2023 માં ચાલુ કરવામાં આવી હતી જ્યારે અરજદાર દ્વારા વ્યવસ્થિત સાફ કરીને કાંકરેટ નાખી આરસીસી રોડ ભરો તેમ કેહવા છતાં સરપંચ દ્વારા અરજદારની વાત સાંભળવા વગર જ આ આરસીસી રોડ ભરીને ખાલી વેઠ ઉતારવામાં આવી હતી જ્યારે આ આરસીસી રોડ ભર્યા પરંતુ તેના નક્કી કરેલા સરકારી નિયમ મુજબ નહીં ભરવામાં આવતા અને તે એક વરસાદ પડે તો ધોવાઈ જાય તેવો ભરવામાં આવતા અને હમણાં આ આરસીસી રસ્તા પર તિરાડો પડી જતા અરજદાર તખતભાઈ દ્વારા જે આરસીસી રોડ ભરવામાં આવ્યું તે નહીં ભરવામાં આવ્યો હોત તો સારું હતું તેમ અરજદારનું કેવું હતું કે ખાલી આરસીસી રોડ ભરવાનું કામ કરીને રૂપિયા ઉભા કરી લેવામાં આવ્યા તેમ અરજદારનું કેવું છે માટે સરકારી તંત્ર દ્વારા આ આરસીસી રોડની તપાસ કરવામાં આવે તેવી અરજદારની માંગ છે.
સિંગવડના મછેલાઈમાં આરસીસી રોડની કામગીરીમાં વેઠ ઉતારી
By
Posted on