નવી દિલ્હી: કોરોના વાયરસને (Corona virus) કારણે માત્ર ભારત (India) જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં તબાહી જેવા મળી હતી. આ ચેપી વાયરસને કારણે ભારત સહિત તમામ દેશોમાં ઘણાં લોકો મૃત્યુ પામ્યા હતા. જેથી દેશની આર્થિક તેમજ સામાજિક સ્થિતિ પર પણ અસર થઈ હતી. તે સમયે એ વાતના કોઈ પુરાવા ન હતા કે આ કોરોના વાયરસ ચીન (China) દ્વારા ફેલાવવામાં આવ્યો છે. પરંતુ હવે ચીનના વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીના એક સંશોધકે એવો દાવો કર્યો છે કે ચીને જાણીજોઈને આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવ્યો છે. કોવિડ-19નો ઉપયોગ જૈવિક હથિયાર (Bio Weapon) તરીકે થતો હતો. જો કે આ ચીન દ્વારા દુનિયા સામે ચલાવવામાં આવી રહેલા જૈવિક આતંકવાદનો (Biological terrorism) એક ભાગ હતો.
- કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા
- કોરોના સંક્રમિત લોકોને ત્યાં મોકલવામાં આવ્યા જ્યાં અન્ય દેશોના એથ્લેટ્સ રોકાયા
- સંશોધક દ્વારા વિવિધ જગ્યાએ વાયરસનો ફેલાવો
ઈન્યરવ્યુમાં સંશોધકનો ખુલાસો
ચાઓ શાઓએ ઈન્ટરનેશનલ પ્રેસ એસોસિએશનના સભ્ય જેનિફર ઝેંગને આપેલા ઈન્ટરવ્યુમાં આ આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો. સંશોધક ચાઓ શાઓએ કહ્યું કે તેમના સાથીદારોને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા. તેઓને કહેવામાં આવ્યું હતું કે કયો સ્ટ્રેન ઝડપથી ફેલાશે તે જોવા માટેનો આ એક પ્રયોગ છે. આ ઇન્ટરવ્યુમાં ચાઓ શાઓએ જણાવ્યું કે કેવી રીતે તેમના ઉપરી અધિકારીએ તેમના સાથી સંશોધકને કોરોનાવાયરસના ચાર સ્ટ્રેન આપ્યા. ટેસ્ટ કરવા અને જણાવવા કહ્યું કે આ ચારમાંથી કઈ સ્ટ્રેન ફેલાવવાની વધુ ક્ષમતા ધરાવે છે. જે સ્ટ્રેન મહત્તમ પ્રજાતિઓને સંક્રમિત કરી શકે છે. એ પણ જાણો કે તે મનુષ્યને કેટલા બીમાર કરી શકે છે. ચાઓ શાઓએ કહ્યું કે ચીને કોરોના વાયરસનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કર્યો છે.
વાઈરોલોજિસ્ટને મોકલવામાં આવ્યો હતો
ચાઓએ જણાવ્યુ કે તેમના ઘણા સાથીદારો 2019 થી લાપતા છે. તે સમયે વુહાનમાં મિલિટરી વર્લ્ડ ગેમ્સ યોજાઈ હતી. પાછળથી તેમની ટીમના એક સાથીએ ખુલાસો કર્યો કે તેમને હોટલોમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં અન્ય દેશોના એથ્લેટ્સ રોકાયા હતા. જેથી તેમના સ્વાસ્થ્ય અને હાઈજીનનું ધ્યાન રાખી શકાય. પરંતુ વાઈરોલોજિસ્ટ હાઇજીનની તપાસ કરતા નથી. ચાઓ શાઓએ વધુમાં કહ્યુ કે તેમને શંકા છે કે તેમના સાથીઓને ત્યાં વાયરસ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા હતા.
આરોગ્ય તપાસવા માટે ઉયગર કેમ્પમાં પણ મોકલવામાં આવ્યો હતો
એપ્રિલ 2020 માં ચાઓ શાઓને શિનજિયાંગ મોકલવામાં આવ્યો હતો. જેથી જેલમાં બંધ ઉયગરોના સ્વાસ્થ્યની તપાસ કરી શકાય. તેમની તબિયત તપાસ્યા બાદ તેમને જલ્દી મુક્ત કરવામાં આવશે. વાઈરસનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોને આરોગ્ય તપાસનું કામ સોંપવું ક્યાં યોગ્ય છે? ચાઓના મત મુજબ તેમને ફક્ત વાયરસ ફેલાઈ રહ્યો છે કે કેમ તે જોવા માટે મોકલવામાં આવ્યો હતો. અથવા ત્યાં તેમના દ્વારા વાયરસ ફેલાયો હતો.