What’s Hot

More Posts

   The Latest

Most Popular

બિહાર: સુપ્રિમ કોર્ટે (Supreme Court) શુક્રવાર 26 એપ્રિલના રોજ વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. આ સાથે જ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર (Ballot paper in elections) પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આ અંગે વિપક્ષને આડે હાથ લીધા હતા.

બિહારના અરરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિપક્ષના મોઢા પર મોટી થપ્પડ છે. હવે આ લોકો માથુ ઉંચુ કરીને જોઈ શકશે નહીં. આજનો દિવસ લોકશાહી માટે શુભ દિવસ છે. વિજયનો દિવસ છે.” જૂનો યુગ પાછો આવશે નહીં. ઈન્ડિયા એલાયન્સના દરેક નેતાએ દેશની જનતાની માફી માંગવી જોઈએ.

‘કેટલાક લોકોના સપના ચકનાચૂર થયા’
વડાપ્રધાને કહ્યું કે, “સુપ્રિમ કોર્ટે આજે જે કહ્યું તેનાથી કેટલાક લોકોના તમામ સપના ચકનાચૂર થઈ ગયા છે. આજે હાઈકોર્ટે કહ્યું છે કે બેલેટ પેપર ફરી નહીં આવે. કેટલાક લોકોએ ઈવીએમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એવા લોકોને ફટકાર લગાવી છે કે જેઓ ઈવીએમને બદનામ કરવાનો પ્રયાસ કર રહ્યા હતા. આજે લોકશાહીનો વિજય દિવસ છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “આજે જ્યારે આખી દુનિયા ભારતની લોકશાહી, ભારતની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણીમાં ટેક્નોલોજીના ઉપયોગના વખાણ કરે છે, ત્યારે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે EVMને બદનામ કરવામાં વ્યસ્ત હતા. લોકશાહી સાથે દગો કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.”

‘પોલિંગ બૂથ અને બેલેટ પેપર લૂંટીને સરકાર રચાઈ’
વડાપ્રધાને કહ્યું કે, “ભારતીય ગઠબંધનના દરેક નેતાએ ઈવીએમને લઈને જનતાના મનમાં શંકા પેદા કરવાનું પાપ કર્યું છે, પરંતુ આજે દેશની લોકશાહી અને બાબા સાહેબ આંબેડકરના બંધારણની મજબૂતાઈ જુઓ, આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. મતપેટીઓ લૂંટનારાના ઈરાદાને વિષ્ફળ કરતા તેમની વિરુધ્ધમાં નિર્ણય લેવામાં આવ્યો છે.”

આ લોકોને સુપ્રીમ દ્વારા એટલો ઊંડો ફટકો આપવામાં આવ્યો છે કે તેમના બધા સપના ચૂર ચૂર થઇ ગયા છે. આરજેડી અને કોંગ્રેસના ગઠબંધનને ન તો દેશના બંધારણની પરવા છે કે ન તો લોકશાહીની. આ એ લોકો છે કે જેમણે બેલેટ પેપરના બહાને લોકોના અધિકારો છીનવી લીધા હતા.

To Top