વસ્ત્રાલમાં 30 બેડની સુવિધા ધરાવતાં કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરનું લોકાર્પણ

અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર સ્થિત વસ્ત્રાલ-આદિનાથ નગરમાં 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મામ 30 બેડને ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન સાથે ટૂંક સમયમાં જોડવામાં આવશે. હોસ્પિટલ કેમ્પસમાં એક મિનિ ઓક્સિજન ટેંક પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. કોરોનાની સંભવીત ત્રીજી લહેરના આગોતરા આયોજન રૂપે તૈયાર થયેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અમદાવાદ પૂર્વના રહીશો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે, તેમ પ્રદિપસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો હતો.

આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 10 કરોડના ખર્ચે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની પ્રવર્તમાન 30 બેડની ક્ષમતા વધારીને 100 સુધી કરવામાં આવશે, ત્યારે આ અમદાવાદ પૂર્વ વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સાબિત થશે. જેનો લાભ આ વિસ્તારના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરીવારોને મહત્તમ થશે. નવા આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ગાયનેક, બાળરોગ સહિતના વિવિધ મેડીકલ વિભાગો તેમજ રેડીયોલોજી, લેબ ટેક્નિશિયન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Related Posts