Gujarat

રાજ્યમાં રોજ અંદાજે 100 કેસનો ઘટાડો : કોરોનાના નવા 544 કેસ, મૃત્યુ 11

રાજ્યમાં કોરોનાના ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. ગુરૂવારે નવા કેસની સંખ્યા 544 થઈ છે, વધુ 11 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં નવા કેસની સંખ્યા ઘટીને 86 થઈ છે. રાજ્યમાં છોટાઉદેપુર, ડાંગ, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 86, સુરત મનપામાં 60, વડોદરા મનપામાં 61, રાજકોટ મનપામાં 16, ભાવનગર મનપામાં 01, ગાંધીનગર મનપામાં 02, જામનગર મનપામાં 17 અને જૂનાગઢ મનપામાં 06, કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 29, વડોદરા ગ્રામ્યમાં 37, જૂનાગઢ ગ્રામ્યમાં 21, ભરૂચમાં 22, રાજકોટ ગ્રામ્યમાં 10, વલસાડમાં 09, અમરેલીમાં 10, પંચમહાલમાં 11 નવા કેસ નોંધાયા છે.

જ્યારે 1,505 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર વધીને 97.23 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 12,711 છે, વેન્ટિલેટર ઉપર 316 અને 12,395 દર્દીઓ સ્ટેબલ છે.

ગુરૂવારે અમદાવાદ મનપામાં 2, સુરત ગ્રામ્ય, સુરત મનપા, વડોદરા મનપા, જૂનાગઢ ગ્રામ્ય, અમરેલી, મહિસાગર, મહેસાણા, જામનગર ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્યમાં 1-1 મળી કુલ 11 દર્દીના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9,976 થયો છે. ગુરૂવારે વધુ 2,68,4854 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1,94,49,350વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top