Gujarat

દ.ગુ.ના 7 જિલ્લાઓમાં 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં અપાશે

આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યભરમાં માર્ગ વિકાસ અને માર્ગ મરામત માટે રૂા.૧૪૯૪.૨૧ કરોડના કામોને મંજૂરી આપી છે.

કેબિનેટ પ્રવકત્તા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ધાન્ય માટે વર્ષોથી ખાસ કરીને ચોખાનું ચલણ વધારે છે. ભારત સરકારના ધારાધોરણ મુજબ અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિમાસ વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખાનું વિતરણ કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચોખા વધુ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે હવે ૩.૫ કિલો ઘઉંની જગ્યાએ ૧.૫ કિલો ચોખાનો વધારો કરીને કુલ ૩ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. આ નિર્ણય થકી દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના લોકોને તેની જરૂરિયાત મુજબ ધાન્ય પ્રાપ્ત થશે અને પારદર્શિતા વધશે.

અરવલ્લી જિલ્લાના માલપુર ગામે સરકારી ખરાબાની જમીનની વર્ષો જૂની માંગણી અન્વયે લેવાયેલા નિર્ણય સંદર્ભે પ્રવક્તા મંત્રી ત્રિવેદીએ જણાવ્યું કે, વર્ષ ૧૯૯૫થી આ ગામડાની ખરાબાની જગ્યામાં રહેતા અરજદાર વિધવા બહેન સ્નેહલતાબેન અરવિંદભાઈ પરમાર પછાત વર્ગના અને ગરીબ હોવાનું જણાતા સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને તેઓને ન્યાયના હિતમાં એકવડી કિંમત લઈ જમીન મંજુર કરવા અનુમતિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય કેસમાં વિભાગ દ્વારા અઢી ગણી કિંમત વસૂલવામાં આવ્યા છે.

Most Popular

To Top