Vadodara

SSGની ઓડિટોરિયમ બિલ્ડિંગ પર યુવાન ચઢી જતા તંત્ર દોડતું થયું

વડોદરા: વડોદરા શહેરની એસેસજી હોસ્પિટલમાં આવેલ ઓડિટોરિયમ બિલ્ડીંગની અગાશીમાં માનસિક અસ્તવ્યસ્ત યુવક ચઢી જતા હોસ્પિટલની સિક્યુરિટીના જવાનોમાં દોડધામ મચી ગઈ હતી.તેઓની સમજાવટ બાદ યુવાનને નીચે ઉતારી માનસિક રીતે પીડાતા દર્દીઓની હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં મંગળવારે વિચિત્ર ઘટના બની હતી.જેના કારણે સયાજી હોસ્પિટલના સિક્યુરિટીના જીવ તાળવે બંધાયા હતા.સયાજી હોસ્પિટલમાં એક તરફ જુનિયર તબીબોના ધરણાં પ્રદર્શન ચાલી રહ્યા હતા.

તે સમય દરમિયાન એક વ્યક્તિ હોસ્પિટલના ઓડિટોરિયમની બિલ્ડીંગ પર દેખા દેતા ફરજ પર હાજર મીડિયા કર્મીઓને ધ્યાને આવતા બુમાંબુમ થતા તુરત ફરજ પર હાજર સિક્યુરિટી સુપરવાઈઝર સહિત સિક્યુરિટીના જવાનો દોડી આવ્યા હતા.આ ઘટનાને પગલે લોકટોળા એકત્ર થયા હતા.જ્યારે સિક્યુરિટીની સમજાવટ બાદ આ યુવાનને સહીસલામત નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. તપાસ કરતા આ યુવાન માનસિક રીતે અસ્તવ્યસ્ત હોવાથી તેને માનસિક બીમાર વ્યક્તિઓની હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.નોંધનીય છે કે સિક્યુરિટીની સમજાવટ બાદ આ યુવાન નીચે ઉતરી જતા જાનહાની થતા ટળી હતી. ઉલ્લેખનીય છે કે આ માનસિક બિમાર યુવાનને છત ઉપરથી હેમખેમ નીચે ઉતાર્યા બાદ સયાજી હોસ્પિટલના સ્ટાફ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને યુવાનને માનસિક રોગીઓની હોસ્પિટલ ખાતે મોકલી અપાયો હતો.

Most Popular

To Top