National

2000ની નોટ બદલવા માટે ID પ્રૂફ કે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી: SBI

નવી દિલ્હીઃ RBIએ ચલણમાંથી 19 મેના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જેની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. ત્યારે હવે સ્ટેટ બેંક ઓફ ઈંડિયાએ (SBI) રવિવારે 2000ની નોટ બદલવા માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. ભારતની સૌથી મોટી બેંકે કહ્યું કે નોટ બદલવા માટે કોઈ આઈડી પ્રુફ (ID Proof) કે ફોર્મ (Form) ભરવાની જરૂર નથી. એક વખતમાં 2000ની 10 નોટ એટલે કે 20000 સુધીની રકમની 2000ની નોટ બદલી શકાશે. સ્ટેટ બેંકે નોટિફિકેશન જારી કર્યું છે કારણ કે નોટ બદલવાને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ માહિતી આપવામાં આવી રહી હતી. અગાઉ એવી માહિતી ફરતી થઈ હતી કે નોટ બદલવા માટે આધાર કાર્ડ જેવું આઈડી જરૂરી હશે અને એક ફોર્મ પણ ભરવું પડશે.

SBIએ જાહેર કરેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી કોઈપણ વ્યક્તિ 2000 રૂપિયાની નોટ બેકમાં જમા કરાવી શકે છે. બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે કોઈ વધારાનું ફોર્મ ભરવાનું રહેશે નહીં. જો કે થાપણોને લઈને બેંકના જે પણ નિયમો છે તેનું પાલન કરવું પડશે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટર પર જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકશે. પરંતુ કેન્દ્ર પર માત્ર 2000 રૂપિયાની 4000 સુધીની નોટો જ બદલી શકાશે. બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ બેંકની જેમ કામ કરે છે. તેઓ ગ્રામજનોને બેંક ખાતા ખોલવામાં મદદ કરે છે. તે વ્યવહાર પણ કરે છે.

RBIની સમગ્ર દેશમાં 31 જગ્યાએ પ્રાદેશિક કચેરીઓ છે, પરંતુ 2000 રૂપિયાની નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ , મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે. ભારતીય રિઝર્વ બેંકે ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે ધીમે બજારમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેશે.

Most Popular

To Top