National

અરવિંદ કેજરીવાલની નીતીશ કુમાર સાથે બેઠક, વિપક્ષને એક કરવાના પ્રયાસો

નવી દિલ્હી : બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar) આજ રોજ સીએમ અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) મળવા માટે દિલ્હી (Delhi) પહોચ્યા હતા. તેમની મુલાકાત દિલ્હીમાં સેવિલ લાઈન્સ સ્થિત અરવિંદ કેજરીવાલના ધરે રાખવામાં આવી હતી. નીતિશ કુમારની સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ (Deputy CM Tejashwi Yadav) પણ હાજર રહ્યા હતા.

કેન્દ્ર દ્વારા વટહુકમ બહાર પાડવાના મુદ્દે ચર્ચા
આ બેઠકમા ધણા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર દ્વારા વટહુકમ બહાર પાડવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. નીતીશ કુમારની સાથે બેઠકમાં મનોજ ઝા, લલન સિંહ અને સંજય ઝાએ પણ હાજર આપી હતી. બેઠક પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યુ કે, નીતીશ કુમાર દિલ્હીની તરફેણમાં છે. વટહુકમ બહાર પાડવાના મુદ્દે તેઓ દિલ્હીની જનતાની સાથે છે. જો કેન્દ્ર આ વટહુકમને બિલના રૂપમાં લાવે તો તમામ બિન-ભાજપ પક્ષો સાથે આવી ભાજપને રાજ્યસભામાં હરાવી શકે છે.

વિપક્ષના નેતાઓને એક કરવાના પ્રયાસો
નીતીશ કુમાર વિપક્ષી નેતાઓને એક કરવાના પ્રયાસના ભાગ રૂપે ગત શનિવારના રોજ કર્ણાટક ગયા હતા. જ્યાં તેમણે સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

દિલ્હીમાં પહોચતાની સાથે રાહુલ ગાંધીને મળ્યા
મળતી માહિતી મુજબ નીતીશ કુમાર દિલ્હી પહોચતાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. પછી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. દિલ્હીના સીએમને મળી નીતીશ કુમાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા માટે પહોચ્યા હતા. મમતા બેનર્જીને મળી નીતીશ કુમાર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, એનસીપી સુપ્રીમો શરદ પવાર અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ મળ્યા હતા.

Most Popular

To Top