National

રાજસ્થાનની બનાસ નદીમાં ન્હાવા પડેલા જયપુરના 11 મિત્રો ડૂબ્યા, 8ના મોત

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નહાવા ગયેલા 11 મિત્રોમાંથી 8 મિત્રોના ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે 3 મિત્રોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બચાવ ટીમની મદદથી મૃતકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ અકસ્માત બનાસ નદીના જૂના પુલ પાસે થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે બનાસ નદીમાં નહાવા ગયેલા 11 મિત્રોમાંથી 8 મિત્રોના ડૂબી જવાથી મોત થયા હતા. હાલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે. બનાસ નદીના જૂના નાળા પાસે પાણીમાં આ અકસ્માત થયો હતો. જ્યાં 8 વિદ્યાર્થીઓ અચાનક ડૂબી ગયા હતા. ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે ટોંકની સઆદત હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાન, એસડીએમ અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા. બધા મૃતકો જયપુરના રહેવાસી હોવાનું કહેવાય છે. બધા પિકનિક માટે આવ્યા હતા.

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે મંગળવારે જયપુરથી 11 લોકો ટોંકમાં બનાસ નદીમાં પિકનિક માટે આવ્યા હતા. આ દરમિયાન વૈષ્ણો દેવી મંદિર પાસે બનાસ નદીના તળાવમાં સ્નાન કરતી વખતે તેઓ પાણીમાં ડૂબી ગયા. જેના કારણે 8 લોકોના મોત થયા. જ્યારે 3 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top