જેતપુર પાવી

જેતપુર પાવીના વસાવા કોતર પાસે નાળું ક્ષતિગ્રસ્ત થતા ભારે વાહનો માટે બંધ

જેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લામાં હાલ રસ્તાઓને લઇ ભારે મુશ્કેલીઓ જનતા વેઠી રહી છે. તેવામાં જેતપુર પાવી પાસે ભારજ નદી માં રૂ. ચાર કરોડ થી વધારે ખર્ચો કરી બનાવવામાં આવેલું ડાઇવર્ઝન ધોવાઈ ગયું છે અને છેલ્લા દસ દિવસ થી જેતપુર પાવીથી છોટાઉદેપુર રોડ પર વસવા કોતર પાસે નાળું ક્ષતિગ્રસ્ત થતા ભારદારી વાહનો બંધ કરી દેવામાં આવતા ગ્રામજનો જાણે સંપર્ક વિહોણા થઇ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ભારે વાહનો ન આવતા વેપાર ધંધા પડી ભાગવાને આરે આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે ગામમાં થી બોડેલી, છોટાઉદેપુર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વેપાર, ધંધા નોકરિયાતો માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ તંત્રની ઊંઘ ક્યારે ઉડશે તે સમજાતું નથી.

નેશનલ હાઈવે નંબર 56 ઉપરનું નાળુ ક્ષતિગ્રસ્ત થતા ભારે વાહન વહેવાર બંધ કરવામાં આવ્યો છે. જેને લીધે વાહન માલિકોને ભારે આર્થિક નુકશાન અને સમય નો વ્યય થઇ રહ્યો છે અધિકારીઓ કોઈ સંતોષ કારક જવાબ આપતાં નથી. જ્યારે આ નેશનલ હાઈવે નંબર 56 મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો મુખ્ય માર્ગ હોવા છત્તા તંત્ર ને જાણે કઈ પડેલીજ નથી એમ લાગી રહ્યું છે. ભારદારી વાહનો માં વાત કરીયે તો એમાં કોઈ સરકારી કે ખાનગી બસ પણ ન આવતા લોકો ખુબ મુશ્કેલી માં મુકાયા છે. હવે વહેલી તકે વહીવટી આનો નિકાલ લાવે તેમ જેતપુર પાવી અને છોટાઉદેપુર જિલ્લાના લોકો માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top