નવી થિયરી: મ્યુકોર માઇકોસિસ અને ઝિંક, આયરન ટેબલેટ્સ વચ્ચેનો આ સંબંધ હવે સામે આવ્યો

નવી દિલ્હી: એક તરફ અમદાવાદમાં મ્યુકર માઈકોસિસની (Mucormycosis) સારવાર માટે એમ્ફોટેરિસિન-બી ઈન્જેકસનની અછત છે. રાજ્ય સરકાર દ્વારા હવે આ ઈન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી મળશે તેવી વ્યવસ્થા ગોઠવી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા પણ ગુજરાતને આ ઈન્જેકશન ફાળવવામાં આવ્યા છે. ત્યારે હવે આ રોગને લઈને નવી થિયરી સામે આવી છે. ડોક્ટરોએ આશંકા વ્યક્ત કરી છે કે તેની પાછળ ઇમ્યુનિટી વધારનાર ઝીંક સપ્લીમેન્ટ્સ (Zinc supplements) અને આયરન ટેબલેટ્સ  (Iron Tablets) પણ જવાબદાર હોઈ શકે છે. 

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ, કેન્દ્રએ રાજ્યોને 19420 જેટલા ઈન્જેકશન ફાળવ્યા છે. જેમાં ગુજરાતને 4640 ઈન્જેકશન ફાળવ્યા છે. જે માયલન લેબ્સના છે. ગુજરાતમાં રાજ્ય સરકારે મ્યુકરમાઈકોસિસને મહામારી જાહેર કરી છે. બીજી તરફ તબીબી નિષ્ણાતો એવુ કહી રહ્યા છે કે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન પણ જવાબદાર હોઈ શકે છે. ઓક્સિજન કન્ટેનરની અશુદ્ધીના કારણે જ મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે તેવી ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને પાણી જે ઑક્સિજન માટે બદલવામાં વપરાતું હોય તેની અશુદ્ધીઓ પણ આવા કેસો વધવામાં કારણભૂત હોઈ શકે છે.

પરંતુ હવે તેનાથી પણ ચિંતાજનક એક તથ્ય સામે આવ્યું છે. બ્લેક ફંગસ ફેલાવવામાં ઇમ્યુનિટી બૂસ્ટર્સ (Immunity Booster) નો કેટલો હાથ છે તેના પર બાંદ્વા સ્થિત લીલાવતી હોસ્પિટલના સીનિયર એન્ડોક્રાઇનોલોજિસ્ટ શશાંક જોશી શોધ પત્ર તૈયાર કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, આ બીમારીની પાછળ પ્રાથમિક કારણ તો સ્ટેયરોડ્સનો ઉપયોગ અને ડાયાબિટીસ છે પરંતુ છેલ્લા બે દિવસથી મેડિકલ કોમ્યુનિટીમાં ભારતીયો દ્વારા ઝીંક સપ્લીમેન્ટ અને આયરન ટેબલેટ્સના વધુ ઉપયોગ પર ચર્ચા થઈ રહી છે. 

રિસર્ચમાં સામે આવ્યું કે ઝીંક વગર ફંગસ જીવિત ન રહી શકે. ત્યાં સુધી કે તે ફંગસને વધારવા માટે પણ જવાબદાર છે. કારણ કે પાછલા વર્ષે મહામારીની શરૂઆત બાદ ભારતીય લોકોએ સૌથી વધુ ઝીંક અને ઇમ્યુનિટી વધારનાર દવાઓનો ઉપયોગ કર્યો છે. ડોક્ટરોએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ને મ્યુકોર માઇકોસિસના આઉટબ્રેકના કારણોનો અભ્યાસ કરાવવાનો આગ્રહ કર્યો છે જે ગંભીર ફંગલ ઇન્ફેક્શન છે. બીજી તરફ કોચ્ચિનાા ડોક્ટર રાજીવ જયદેવન કહે છે કે કોરોનાની પ્રથમ લહેરમાં આ વાયરસ વિશે ઓછી જાણકારી હતી, જેથી દવાઓના ઘણા પ્રકારના કોમ્બીનેશન દર્દીઓને આપવામાં આવ્યા. પરંતુ બ્લેક ફંગસની સમસ્યા માત્ર ભારતમાં થઈ. તેનાથી સ્પષ્ટ છે કે એવું કોઈ ગુપ્ત કારણ છે જેના કારણે ભારતમાં આ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. 

Related Posts