Gujarat Main

ગૌણ સેવા પેપર લીક મામલે યુવરાજસિંહ જાડેજાએ કર્યો મોટો ધડાકો

ગાંધીનગર: યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsing Jadeja) ફરી એકવાર પેપર ફૂૂટ્યાનો (paper leak) ખુલાસો કર્યો છે. હાલમાં જ રાજ્યમાં લેવાયેલી ગૌણ સેવા મંડળ સ્પર્ધાત્મક પરીક્ષા મામલે યુવરાજસિંહ જાડેજાએ ગેરરીતિનો ગંભીર આરોપ લગાવ્યા છે. આ ગેરરીતી મામલે નામ સાથે તેમણે આક્ષેપો કર્યા છે. આ અગાઉ તેમણે 6 જેટલી પરીક્ષા મામલે ગેરરીતિ અંગેના ખુલાસો કર્યા છે.

રાજ્યમાં રવિવારે લેવાયેલી ગૌણ સેવા મંડળની સ્પર્ધાત્મક પરીક્ષા મામલે યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે ગૌણ સેવાના પ્રશ્નપત્રો પ્રેસમાંથી લીક થયા છે અને આ ઘટના ભાવનગરના પાલિતાણામાં બની છે. જેમાં 72 જેટલા ઉમદેવારોમાંથી 22 જેટલા ઉમેદવારોને પેપર અપાયા હતા. 22 જેટલા ઉમેદવારોને બીશા ઉમળ ભવન ખાતે રાખવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું કે આ સમગ્ર કાંડનો મુખ્ય સુત્રધાર તુષાર મેર છે. નોંધનીય છે કે 72 ઉમેદવારમાંથી કોઈ એક ઉમેદવારે સોશિયલ મીડિયામાં પેપર શેર કર્યું હતું. જાડેજાના કહ્યા અનુસાર ઉમેદવારો પાસે 15થી18 લાખ લેવવામાં આવ્યા હતા. અને કોઈ હાર્દિક પટેલે નામનો વ્ચક્તિ પેપસ સોલ્વ કરાવવાનો હતો.  .

પેપર લીક કૌંભાડ

  • હેડ ક્લાર્ક પેપર
  • સબ ઓડિટરની પરીક્ષા
  • ATDO ની પરીક્ષા
  • જામનગર મનપા
  • એકાઉન્ટ,ઓડિટર,સબ ટ્રેઝરી

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે હેડ કલાર્કની પરીક્ષામાં જે પ્રકારે પ્રાંતિજમાં ઉમેદવારોને ભેગા કરીને પેપર આપવામાં આવ્યા હતા તેવી જ રીતે અન્ય પરીક્ષામાં પણ પેપર આપવામાં આવ્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ આરોપો લગાવતા જણાવ્યું હતું કે ભાવનગરના લોલિયા ગામમાં સબ ઓડિટરના પેપર ઉમેદવારોને આપવામા આવ્યા હતા. આ તમામ ઘટનાનું ઓડિયો રેકોર્ડિંગ અમારી પાસે છે. પેપરના ભાવ 5 લાખથી 15 લાખ રૂપિયા હતો. આ સાથે જ જામનગર મનપાનું પેપર ચોટીલાથી લીક થયું હોવાનો આરોપ પણ મૂક્યો છે. 

આ સાથે જ તેમણે પાલિતાણામાં પણ આવી ઘટના બની છે તેમ જણાવ્યું હતું.. પાલીતાણાની એક ધર્મશાળામાં 22 ઉમેદવારોને રાખવામાં આવ્યા હતા. તેવી જ રીતે જૈન દેરાસરમાં 72 ઉમેદવારોને પેપર આપવામાં આવ્યા હતા, આ તમામ ઉમેદવારો પરીક્ષામાં પાસ થયેલા છે. યુવરાજસિંહે જાડેજા ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે જસદણના વીંછિયા ખાતે પણ પેપર લીકનું ખૂબ મોટું રેકેટ ચાલે છે. યુવરાજસિંહ આ અગાઉ પણ 6 જેટવી સ્પાર્ધાત્મક પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે ખુલાસા કર્યા છે. તેમણે સરકાર પાસે માંગ કરતા કહ્યું કે સરકાર પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવે તેમજ કૌભાંડીઓની ધરપકડ કરે.

ઉલ્લેખનીય છે કે ઉમેદવારોના નેતા યુવરાજસિંહ જાડેજાએ આજ રોજ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા હોવાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. યુવરાજસિંહે કહ્યું હતું કે હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર ફૂટ્યાની ઘટનાના આરોપીઓ હજુ પણ પકડાયા નથી. તેમના વિશે હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. આ સાથે જ તેમણે ખુલાસો કર્યો હતો કે હાઈકોર્ટના પટ્ટાવાળા સમગ્ર રેકેટ ચલાવતા હતા.

Most Popular

To Top