National

તિહાર જેલમાં ભૂખ હડતાળ પર ઉતર્યો યાસીન મલિક, કરી આ માંગ

નવી દિલ્હી: દિલ્હી(Delhi)ની તિહાર જેલ(Tihar Jail)માં બંધ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસીન મલિક(Yasin Malik) જેલની અંદર જ ભૂખ હડતાળ(Hunger Strike) પર ઉતરી ગયો છે. આતંકવાદી યાસીન મલિકનું કહેવું છે કે તેના જે કેસની વિચારણા ચાલી રહી છે તેની યોગ્ય તપાસ થઈ રહી નથી તેથી તે ભૂખ હડતાળ પર બેઠો છે. જેલના ઉચ્ચ અધિકારીઓ પણ યાસીન મલિક સાથે વાત કરવા આવ્યા હતા. પરંતુ તેમણે ભૂખ હડતાળ છોડવાની ના પાડી દીધી હતી. અગાઉ, 13 જુલાઈના રોજ, મલિકે દિલ્હીની વિશેષ અદાલત પાસે પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદના અપહરણ સંબંધિત કેસમાં હાજર રહેવા અને સાક્ષીઓની ઊલટતપાસ કરવાની પરવાનગી માંગી હતી. મલિકે કહ્યું હતું કે જો આ પરવાનગી નહીં આપવામાં આવે તો તેઓ અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર ઉતરશે.

મલિક વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થયો
મલિક વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થયો હતો. મલિકે કહ્યું હતું કે તેણે સરકારને પત્ર લખીને કોર્ટમાં હાજર રહેવાની પરવાનગી માંગી છે. આ મામલો 8 ડિસેમ્બર 1989ના રોજ રૂબિયા સઈદના અપહરણ સાથે સંબંધિત છે. તે સમયે કેન્દ્રમાં ભાજપ સમર્થિત વીપી સિંહની સરકાર હતી. સરકારે જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના પાંચ આતંકવાદીઓને મુક્ત કર્યા બાદ અપહરણકર્તાઓએ રૂબિયાને મુક્ત કરી હતી.

આ કેસમાં થઈ છે મલિકને આજીવન કેદની સજા
દિલ્હીની એક કોર્ટે 25 મેના રોજ કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી હતી. મલિકને “આતંકવાદી” પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા બદલ સજા કરવામાં આવી હતી. તેણે તેની સામેના મોટા ભાગના આરોપો સ્વીકારી લીધા. યાસીને કોર્ટમાં કહ્યું હતું કે તે આતંકવાદીઓ માટે ભંડોળ એકત્ર કરવા, આતંકવાદી પ્રવૃત્તિ, આતંકવાદી ષડયંત્ર, આતંકવાદી જૂથનો સભ્ય બનવાનું અપરાધિક કાવતરું અને દેશદ્રોહના આરોપોને પડકારશે નહીં.

યાસીન પર ગંભીર આરોપો
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અધ્યક્ષ યાસીન વર્ષ 1990માં જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી હિંસાનો મુખ્ય આર્કિટેક્ટ હતો. મે 2022 માં, તેને ગુનાહિત ષડયંત્ર અને રાજ્ય વિરુદ્ધ યુદ્ધ કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. યાસીન પર 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યા કરવાનો આરોપ છે. એરફોર્સના જવાનો પર આ હુમલો 25 જાન્યુઆરી 1990ના રોજ થયો હતો. ત્યારબાદ આ જવાનો શ્રીનગરના એરપોર્ટ પર બસની રાહ જોઈ રહ્યા હતા. આ હુમલામાં 4 શહીદ થયા હતા અને લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.

Most Popular

To Top