Dakshin Gujarat

પાર્લરનો ઓર્ડર પતાવી સુરત પરત થતી મહિલા કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો

ભરૂચ: હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીક સામેના વાહને (Vehicle) હેડલાઇટ (Headlight) ઓન (On) કરતાં મહિલા (Women) કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર માર્ગની (Road) બાજુમાં ધડાકાભેર ઊતરી જતાં ત્રણ મહિલાને ઈજા (Injured) પહોંચી હતી.

મૂળ હાંસોટના ઇલાવ ગામના અને સુરત ખાતે સાસરીમાં રહેતાં મીના સમીર પટેલ બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઈકાલે સોમવારે અંકલેશ્વર ખાતે બ્યુટી પાર્લરનો ઓર્ડર હોવાથી અન્ય બે યુવતી સાથે આવ્યાં હતાં. જેઓ ઓર્ડર પતાવી મધરાતે ઇલાવ થઇ સુરત જવા માટે પોતાની કાર નં.(જી.જે.૦૫.આર.એચ.૪૯૩૭) લઇ નીકળ્યાં હતાં. એ દરમિયાન હાંસોટ-સુરત માર્ગ ઉપર આવેલા અલવા ગામ નજીક સામેથી પૂરઝડપે ધસી આવેલા વાહનચાલકે હેડ લાઈટ ઓન કરતાં મહિલા કારચાલક મીના પટેલે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો. ચાલકે કાબૂ ગુમાવતાં કાર ધડાકાભેર માર્ગની બાજુમાં ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મહિલાને ગંભીર ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હાંસોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વ્યારા-ઉનાઇ રોડ ઉપર ટ્રકે અડફેટે લેતાં વાલોડ પોલીસમથકના કોન્સ્ટેબલનું મોત
વ્યારા: વ્યારા-ઉનાઇરોડ ઉપર મંગળવારે વહેલી સવારે પોણા નવ વાગ્યે સર્જાયેલા એક અકસ્માતમાં નોકરી ઉપર જવા માટે નીકળેલા પોલીસ કર્મચારીનું મોત થઇ ગયું હતું. આ કોન્સ્ટેબલના માતા પિતા વરસીની વિધીમાં ગયા હતા ત્યારે નવ વાગ્યે ફોન આવતા તેમને આ બનાવની જાણ થઇ હતી. આ કરૂણ ઘટનાને પગલે પોલિસ બેડામાં શોકની લાગણી જોવા મળી છે. પરિવારનાં હૃદયદ્રાવક આક્રંદ સાથે જુવાનજોધ પુત્રના અકસ્માતમાં મોતના સમાચાર પછી માતા- પિતા ચોધાર આંસુએ રડ્યાં હતાં. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડતગામમાં આવેલા ભાઠી ફળિયા ખાતે રહેતા રણજીત જશવંતભાઇ ગામીત વાલોડ પોલીસમથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

આજે મંગળવારના રોજ સવારે તેઓ તેમની મોટર સાયકલ સી.બી.ઝેડ નં. જીજે ૨૬ ડી ૨૧૬૨ ઉપર તેમના ગામથી નોકરી ઉપર વાલોડ જઇ રહ્યાં હતાં. તે સમયે વ્યારાથી ઉનાઇ જવાના માર્ગ ઉપર બામણામાળ ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે તેમની મોટરસાઇકલને અડફેટે લઇ લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનો હાથ પણ છૂટો પડી ગયો હતો. આ બનાવમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે તેમના પિતા જશવંતભાઇ બાબુભાઇ ગામીતની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top