Comments

કોરિડોર ભાજપને વિજયના પંથે લઇ જશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના મેમાં સત્તા પર પાછા ફર્યા પછી ઘણાં મંદિરોની કોરિડોર વિકસાવી છે અને ઉદ્‌ઘાટન કર્યાં છે. કેમ? સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને ધાર્મિકતા, સાંસ્કૃતિક ઓળખ અને હિંદુત્વને સાંકળવાની આ નવી વ્યૂહ રચના છે. મંદિરોને નવેસરથી સજાવી નવો ઓપ આપવા પર મોદી જે પ્રકાશ ફેંકે છે તે નવા ભારતના વિચાર સાથે સઘન સાથે સંકળાયેલ છે. 1951માં સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં સરકાર કોઇ પણ ભૂમિકા ભજવે તેનો વિરોધ કરનાર જવાહરલાલ નેહરુથી મોદી અલગ રીતે વિચારે છે. આ જ કારણસર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદે સોમનાથ મંદિરની વિધિમાં વ્યકિત તરીકે ભાગ લીધો હતો. દેશના પ્રથમ નાગરિક તરીકે નહીં પણ મોદી તમામ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓમાં ખુલ્લેઆમ ભાગ લે છે. તેઓ પોતાની હિંદુ શ્રધ્ધા ગર્વપૂર્વક જાહેર કરે છે. મોદીનું મંદિરો પર કેન્દ્રિત થયેલું ધ્યાન પણ વ્યાપક છે. તેમાં માળખાકીય સુવિધા, સુધારણા, વિકાસ, જોડાણ અને ઘરેલુ પ્રવાસન સુધારવા પર ઊંડી પ્રતિબધ્ધતા છે.

જેથી કરીને ભારતનું પ્રવાસન આકર્ષણ પાત્ર આગ્રાનો તાજમહાલ જ નહીં રહે બલ્કે ભારતનાં પ્રાચીન મંદિરો પણ મોદીના રાજમાં ધ્યાનપાત્ર બને છે. તા. 11મી ઓકટોબરે મોદીએ ઉજ્જૈનના પ્રાચીન નગરમાં વધુ એક મોટા મંદિરના પુન:નિર્માણનું કામ પાર પડાવ્યું. તેમણે રૂા. 856 કરોડના ખર્ચવાળા મહાકાલેશ્વર મંદિરના કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કર્યું અને તે આપણા દેશમાં એક સૌથી મોટા ધાર્મિક કોરિડોર તરીકે બનશે. મહાકાલેશ્વર મંદિર દેશનાં બાર જયોતિર્લિંગોમાંનું એક છે. આ પ્રોજેકટનો 900 મીટરથી વધુ ભાગ મહાકાલ નદીના પ્રોજેકટના ભાગ રૂપે પુનર્વિકસિત કરાઇ રહેલ રૂદ્રસાગર સરોવરની ફરતે રહેશે.

નવા બનેલા મહાકાલ લોકમાં 108 સુશોભિત સ્તંભનો બનેલો વોક છે. હવે આ સ્તંભ કોતરકામ કરેલા રેતીના પથ્થરોમાંથી બનાવેલા હશે અને મ્યુટલ પેઇટિંગ માટે ફુવારા તેમને અલગ રાખશે. ‘શિવપુરાણ’માંથી 50 ચિત્રો મ્યુરલ પેઇટિંગસમાં રજૂ થશે. એક કોરિડોર તૈયાર છે અને તે ઉજ્જૈનમાં મોટી સંખ્યામાં ભકતોને આકર્ષશે અને આ નગરીને વૈશ્વિક પ્રવાસન શહેર બનાવશે. રોકાણકારોએ વૈભવી હોટલો અને વેડીગરી સૌથી વિકસાવવા સહિતના વિવિધ પ્રોજેકટમાં આ શહેરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. તેઓ કોરિડોર સાકાર થાય એટલે દેશ વિદેશના પ્રવાસીઓના ધસારાની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત ઉજ્જૈન દર બાર વર્ષે ભારતના સિંહસ્થ કુંભમેળાનું એક સ્થળ છે.

ઉજ્જૈન આવી સૌ પ્રથમ ધાર્મિક કોરિડોર નથી, જેનો સરકાર ભકતોની આધ્યાત્મિક અનુભૂતિ વધારવા અને આ પ્રદેશને આર્થિક સામાજિક લાભ કરાવવા સરકારે વિકાસ કર્યો હોય. ઓગસ્ટ 2020માં મોદીએ રૂા. 1800 કરોડના ખર્ચના રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આખરે તો રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ કરવાનું ભારતીય જનતા પક્ષનું એક સૌથી જૂનું ચૂંટણી વચન હતું. આ વર્ષના ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશ સરકારે કાશી વિશ્વનાથ મંદિર જેવી જ કોરિડોર રામ જન્મભૂમિ માટે બાંધવાના પ્રોજેકટને મંજૂરી આપી હતી. પ્રોજેકટનો કુલ ખર્ચ જમીન પ્રાપ્તિ માટે રૂા. 379 કરોડ સહિત રૂા. 797.69 કરોડ રહેશે. 2023ના ડિસેમ્બરમાં મોદી રામ મંદિર સહિતના આ કોરિડોરનું ઉદ્‌ઘાટન કરશે. સમગ્ર કોરિડોર 2024ના ડિસેમ્બર સુધીમાં પૂરો થશે પણ કમમાં કમ રામ મંદિરનું ભોંયતળિયાનું ગર્ભગૃહ ડિસેમ્બર 2023 સુધીમાં બંધાઇ રહેશે.

2021ના ડિસેમ્બરમાં મોદીએ વારાણસીમાં કાશી શિવમંદિરને આવરી લેતા કાશી વિશ્વનાથ મંદિરના કોરિડોરનું ઉદ્‌ઘાટન કર્યું હતું. મંદિરની જગ્યા પહેલાં 3000 ચોરસ ફૂટ હતી તે હવે પાંચ લાખ ચોરસ ફૂટ છે અને તેમાં એક સાથે 75000 ભકતો સમાઇ શકશે. 2021ના ઓગસ્ટમાં નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના વિકાસના અનેકવિધ પ્રોજેકટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. મોદીને કેદારનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવાનું સ્વપ્ન હતું. ગયા નવેમ્બરમાં તેમણે નવરચિત કેદારનાથ મંદિરમાં ગુરુ આદિ શંકરાચાર્યજીની 13 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે.

મોદીની સૂચનાથી ઉત્તર પ્રદેશ સરકારે મથુરા-વૃંદાવન કોરિડોર વિકસાવવાનું કામ હાથ પર લીધું છે. 1000 હેકટરના આ પ્રોજેકટમાં યમુના રિવર ફ્રંટનો પણ સમાવેશ થશે. યાત્રાળુઓ ગોકુલ, નંદ ગાંવ, બરસાના વગેરે જેવા રાધા-કૃષ્ણના જીવનનાં સ્થળોની સરળતાથી યાત્રા કરી શકશે. આ કોરિડોર 2023ના વર્ષની મધ્યમાં પૂર્ણ થશે. હજી ગયા જૂનમાં મોદીએ ગુજરાતના પાવાગઢમાં નવરચિત કાલિકા મંદિરને ધજા ચડાવી હતી. ઘણા ટીકાકારોને મતદારોને ખેંચવાની યોજના લાગે છે. પણ ખરેખર તો તે ‘નવ ભારત’ માટેની મોટી યોજના છે. જે આપણા પ્રાચીન વારસાને જાળવી રાખશે અને તેનો દરેક ભારતીયને ગર્વ થશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top